Punjabi Chhole Recipe in Gujarati: રાતભર પલાળેલા કાબુલી ચણાને આખા મસાલા અને ચાની પોટલી સાથે બાફી, ડુંગળી-ટામેટાની ચટાકેદાર ગ્રેવીમાં પકવીને ઉપરથી આદુ-મરચાંનો સ્પેશિયલ તડકો આપવાથી ટેસ્ટી ઢાબા સ્ટાઇલ છોલે તૈયાર થઈ જશે.તો આ સરળ રેસીપી નોંધી લો.
કેટલા લોકો માટે: 2 વ્યક્તિ
તૈયારીનો સમય: 15 મિનિટ
બનાવવાનો સમય: 30-40 મિનિટ
જરૂરી સામગ્રી
બાફવા માટે
- 1 કપ કાબુલી ચણા (રાતભર પલાળેલા)
- 2 તમાલપત્ર
- 1 મોટી ઈલાયચી
- 1 ઇંચ તજનો ટુકડો
- 1 ચમચી ચાની ભૂકી (પોટલી બનાવીને)
- 1/4 નાની ચમચી ખાવાનો સોડા (બેકિંગ સોડા)
- મીઠું સ્વાદ મુજબ
ગ્રેવી માટે
- 5-6 મોટી ચમચી તેલ અથવા ઘી
- 1 નાની ચમચી જીરું
- 1 ચપટી હિંગ
- 1 મધ્યમ ડુંગળીની પેસ્ટ
- 1 મોટી ચમચી આદુ-લસણની પેસ્ટ
- 2-3 નંગ લીલા મરચાં
- 2 મધ્યમ ટામેટાની પ્યુરી
- 1/2 ચમચી હળદર
- 2 ચમચી ધાણાજીરું
- 1 ચમચી લાલ મરચું
- 2 ચમચી છોલે મસાલો
- 1/2 ચમચી આમચૂર પાઉડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
વઘાર માટે
- થોડું ઘી
- આદુના લાંબા ટુકડા (લચ્છા)
- 1-2 લીલા મરચાં (ઉભા ચીરેલા)
- 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
બનાવવાની રીત
- સૌથી પહેલા રાતભર પલાળેલા ચણાને ધોઈ લો. તેને કુકરમાં પાણી, મીઠું, બેકિંગ સોડા, તમાલપત્ર, મોટી ઈલાયચી, તજ અને ચાની ભૂકીની પોટલી સાથે નાખો.
- પછી તેજ આંચ પર 1 સીટી વગાડો, પછી ધીમી આંચ પર 5-6 સીટી વગાડી ચણાને એકદમ નરમ થાય ત્યાં સુધી બાફો.
- ગેસ બંધ કરી વરાળ નીકળી જાય એટલે ચાની ભૂકીની પોટલી અને આખા મસાલા કાઢી લો.
- હવે એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો.
- હવે ડુંગળીની પેસ્ટ નાખીને તેને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખી 1 મિનિટ સુધી શેકો.
- હવે ટામેટાની પ્યુરી અને થોડું મીઠું નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો.
- ત્યારબાદ હળદર, ધાણાજીરું, લાલ મરચું, છોલે મસાલો અને આમચૂર પાવડર નાખી 2-3 મિનિટ ધીમી આંચ પર સાંતળો.
- તૈયાર ગ્રેવીમાં બાફેલા છોલે ઉમેરો. ગ્રેવી ઘટ્ટ કરવા માટે થોડા છોલેને ચમચાથી મેશ કરી દો.
- હવે કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી 10-15 મિનિટ ધીમી આંચ પર ઢાંકીને પકાવો.
- એક નાના વઘારિયામાં ઘી ગરમ કરી તેમાં આદુના લચ્છા અને લીલા મરચાં સાંતળો. ગેસ બંધ કરી તરત જ કાશ્મીરી લાલ મરચું નાખીને આ વઘારને છોલે ઉપર રેડો.
- તમારા ગરમાગરમ ઢાબા સ્ટાઇલ છોલે તૈયાર છે! તેને પૂરી, ભટૂરે અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો.
