શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે તમે કેટલાક પ્રકારનાં ખાસ ડ્રિંક્સ કે જ્યૂસનું સેવન કરી શકો છો.
સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર યોગ્ય રહે એ ખૂબજ મહત્વનું છે. શરીરમાં હિમોગ્લોબીન ઓછું થતાં જ વ્યક્તિને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં હિમોગ્લોબીન ઓછું થવું એટલે લોહી ઓછું થવું, એટલે જે શરીરમાં આયર્નની ઉણપ સર્જાવી, જેના કારણે વ્યક્તિ એનીમિયાનો શિકાર બની શકે છે. શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર ઓછું થતાં, વ્યક્તિમાં એનીમિયાનાં લક્ષણો જોવા મળે છે. એવામાં હિમોગ્લોબીન અને આયર્નનું સ્તર વધારવા માટે અને એનીમિયાનાં લક્ષણો ઓછાં કરવા માટે લોકો જાત-જાતની દવાઓનું સેવન કરે છે. પરંતુ તમે ઈચ્છો તો, કેટલાંક પીણાં પીને પણ શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારી શકો છો. તો ચાલો જાણીએ, હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે શું પીવું જોઈએ?
હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે જ્યૂસ
બીટનો જ્યૂસ
શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે બીટનો જ્યૂસ પી શકાય છે. બીટમાં ફોલેટ, મેંગનીઝ, આયર્ન, વિટામિન સી અને પોટેશિયમાની માત્રા બહુ સારી હોય છે, એવામાં તમે રોજ બીટનો જ્યૂસ પી શકો છો. બીટનો જ્યૂસ પીવાથી હિમોગ્લોબીન અને લોહીનું સ્તર વધશે. આ માટે બીટને ઝીણું સમારી લો અને પછી તેનો જ્યૂસ કાઢી પી લો. તમે ઈચ્છો તો તેમાં ગાજર, કાકડી વગેરે મિક્સ કરી શકો છો.

પાલકનો જ્યૂસ
પાલકમાં આયરનની માત્રા બહુ વધારે હોય છે. એટલે જ જો તમારા શરોરમાં હિમોગ્લોબિન કે આયર્નનું સ્તર ઓછું થઈ જાય તો તમે પાલકનો જ્યૂસ પી શકો છો. પાલકમાં આયર્ન સિવાય વિટામિન એ, વિટામિન સી જેવાં પોષકતત્વો પણ હોય છે. એટલે તમારે તમારા ડાયટમાં પાલકના જ્યૂસનો સમાવેશ કરવો જોઈએ. તમે ઈચ્છો તો પાલકના સૂપનું પણ સેવન કરી શકો છો. આ માટે પાલકને સમારી લો. ત્યાં થોડાં ફુદીનાનાં પાન અને પાણી મિક્સ કરી બરાબર પીસી લો અને ગાળીને પી લો. તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો.
પ્લમ જ્યૂસ
હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે તમે પ્લમનો જ્યૂસ પી શકો છો, પ્લમમાં વિટામિન એ, વિટામિન કે અને આયર્નની માત્રા બહુ વધારે હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ પણ હોય છે. પ્લમનો જ્યૂસ બનાવવા માટે તમે 5-7 પ્લમ લો. તેમાં પાણી નાખો. ત્યારબાદ તેમાં કાળા મરી પાવડર અને સંચળ નાખો અને ગ્રાઈન્ડ કરી લો. હવે તમે જ્યૂસનું સેવન કરી શકો છો. તમે ઈચ્છો તો તેમાં મધ કે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. રોજ પ્લમ જ્યૂસ પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

દાડમનો જ્યૂસ
દાડમ આયર્ન, વિટામિન સીનો બહુ સારો સ્ત્રોત ગણાય છે. હિમોગ્લોબીનનું સ્તર વધારવા માટે તમે દાડમનો જ્યૂસ પી શકો છો. રોજ એક ગ્લાસ દાડમનો જ્યૂસ પીવાથી હિમોગ્લોબીન અને લોહીના સ્તરને વધારવામાં મદદ મળે છે. સાથે-સાથે એનીમિયાનાં લક્ષણો ઓછાં કરવામાં મદદ મળી શકે છે.
અમને આશા છે કે, આ લેખ તમારા માટે ઉપયોગી રહેશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે અમને કમેન્ટ કરી જણાવો અને ગુજરાતી જાગરણને ફોલો કરતા રહો.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.