Food
સાંજના નાસ્તામાં બનાવો ટેસ્ટી પનીર ટિક્કા, ભૂલી જશો હોટલનો સ્વાદ
Paneer Tikka Recipe: ઘરની બહાર ખાવાના શોખીન લોકો માટે પનીર ટિક્કા એક પ્રિય વાનગી છે. તેને સામાન્ય રીતે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે. પનીર ટિક્કા ઘણી રીતે બનાવવામાં આવે છે. હોટલ અને ઢાબામાં મળતા પનીર ટિક્કાની વાત અલગ છે. પનીર ટિક્કા સામાન્ય રીતે તંદૂરમાં શેકવામાં આવે છે, તેથી જ લોકો તેને ઘરે બનાવવાનું ટાળે છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે તેને તંદૂર વિના પણ સરળતાથી ઘરે બનાવી શકો છો. સાંજના નાસ્તામાં તમે તંદૂર અથવા ઓવન વગર પનીર ટિક્કા તૈયાર કરી શકો છો, તેની રેસીપી ખૂબ જ સરળ છે. તેની સાથે જ લીલી ચટણીનો સ્વાદ પણ લાજવાબ લાગે છે. તો ચાલો ફટાફટ નોંધી લો ગાર્લિક પનીર ટિક્કા અને લીલી ચટણી બનાવવાની એકદમ સરળ રેસીપી…..
પનીર ટિક્કા બનાવવા માટે ચણાનો લોટ, દહીં, આદુ-લસણ, સમારેલા લીલા મરચાં, સરસવનું તેલ, અજમો, લીંબુનો રસ, કાશ્મીરી લાલ મરચું પાઉડર, મીઠું, કાળા મરી, ધાણા પાવડર, ગરમ મસાલા લો. હવે આ તમામ વસ્તુને એક સાથે મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો.
આ મિશ્રણમાં પનીરના ટુકડા નાખો. મૈરીનેશન બાદ પનીરના ટુકડાને તવા પર થોડું સરસવનું તેલ અને માખણ નાખીને સારી રીતે શેકી લો. હવે ગરમા ગરમ પનીર ટિક્કાને લીલી ચટણીની સાથે સર્વ કરો.
લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા માટે ચારથી પાંચ લસણની કળીઓ, જીરું, આદુ, ધાણા, લીલા મરચા, મગફળી, મીઠું અને આમચૂર પાવડરની જરૂર પડશે.
ચટણી બનાવવા માટે ગેસ પર મગફળીને શેકી લો. જ્યારે મગફળી ઠંડી થાય ત્યારે તેની અંદરથી દાણા કાઢી લો. હવે મિક્સરમાં લસણની કળીઓ, જીરું, આદુ, ધાણા, લીલા મરચા, મગફળી, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને ક્રશ કરી નાખો. તો તૈયાર છે લીલી ચટણી.