Saragva Ni Kadhi: શિયાળામાં સરગવાની કઢી ખાવાની મજા અલગ છે. સગવાની કઢીને સ્વાદિષ્ટ, કેવી રીતે બનાવવી તે ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સરગવાની કઢી બનાવવાની ગુજરાતી જાગરણની આ રેસિપી તમને ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં.
સરગવાની કઢીની સામગ્રી:
- 500 ગ્રામ દહીં (ખાટું હોય તો સારું) અથવા 4 કપ છાશ
- 3 ટેબલસ્પૂન ચણાનો લોટ (બેસન)
- 4 કપ પાણી
- 1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
- 1-2 ટીસ્પૂન ખાંડ
- મીઠું સ્વાદ પ્રમાણે
- 4-5 સરગવાની શીંગ
- 2 ટેબલસ્પૂન તેલ અથવા ઘી
- 1 ટીસ્પૂન રાઈ
- 1/2 ટીસ્પૂન જીરું
- 1/4 ટીસ્પૂન મેથીદાણા
- 8-10 લીમડાના પાન
- 2-3 સૂકા લાલ મરચાં
- 1 ચપટી હિંગ
- 1/2 ટીસ્પૂન હળદર
- થોડી સમારેલી કોથમીર
સરગવાની કઢી બનાવવાની રીત:
સરગવાની શીંગ તૈયાર કરો: સરગવાની શીંગને ધોઈને ટુકડા કરો.
કઢીનું મિશ્રણ તૈયાર કરો: એક મોટા વાસણમાં દહીંને ફેંટી લો. તેમાં ચણાનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરો જેથી ગાંઠા ન પડે. પછી પાણી નાખીને પાતળું મિશ્રણ બનાવો. આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો.
કઢાઈમાં તેલ/ઘી ગરમ કરો. રાઈ, જીરું, મેથીદાણા નાખી તડકો. પછી હિંગ, લીમડાના પાન, સૂકા લાલ મરચાં અને હળદર નાખી વધાર કરો.
તેમા કઢીનું મિશ્રણ ઉમેરી મિક્સ કરો. મધ્યમ તાપે ઉકાળો. તેમા સરગાવાની સમારેલી શીંગ પણ ઉમેરી દો. સરગવો પાકી જાય અને કઢી બરાબર ઉકળી જાય ત્યાં સુધી ઉકાળો.
કઢી પાકી ગયા પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર છાંટીને ગરમાગરમ ખીચડી અથવા રોટલી સાથે સર્વ કરો.
