Food
Garam Masala Recipe: તૈયાર ખરીદવાને બદલે આ રીતે ઘરે બનાવો ગરમ મસાલો, વધારશે વાનગીઓનો સ્વાદ
Garam Masala Recipe: ઘરે ધમધમાટ ગુજરાતી શાક-દાળ બનાવવા હોય કે પછી છોલે, પનીરની સબ્જી કે દાલ તડકા બનાવવી હોય તો ગરમ મસાલાની જરૂર પડે જ છે. ગરમ મસાલો કોઇ પણ વાનગીઓમાં નાખો એટલે એનો સ્વાદ વધી જાય છે અને ટેસ્ટમાં મસ્ત બને છે. આજના આ સમયમાં મોટાભાગના લોકો ગરમ મસાલો બહારથી લાવતા હોય છે, પરંતુ જો તમે ગરમ મસાલો ઘરે બનાવો તો એનો ટેસ્ટ જોરદાર આવે છે. ગરમ મસાલો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આજના આ લેખમાં અમે ઘરે સરળતાથી ગરમ મસાલા બનાવવાની રીત જણાવીશું.
ગરમ મસાલો બનાવવા માટેની સામગ્રી
- ½ કપ જીરું
- અડધી એલચી
- 1/4 કપ કાળા મરી
- 1/4 ધાણા
- 3-4 સૂકા લાલ મરચાં
- ત્રણ મોટી ચમચી વરિયાળી
- બે મોટી ચમચી લવિંગ
- 10 તજ
- 4-5 ખાડીના પાન
- 2 ચમચી જીરુ
- એક ચમચી જાયફળ
- અડધી ચમચી આદુ પાવડર
ગરમ મસાલો બનાવવાની રીત
એક નોન-સ્ટીક કઢાઈમાં ધાણાના બીજને ધીમી આંચ પર સેકો. સુગંધ આવે ત્યારે જીરું, કાળા મરી, સૂકા લાલ મરચાને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકો. હવે તેને કઢાઈમાંથી બહાર કાઢી લો અને આદુના પાવડર સિવાયના તમામ મસાલાને કઢાઈમાં મધ્યમ તાપ પર શેકી લો.
ધ્યાન રાખો કે મસાલો બળી ન જાય, તેમાંથી સુગંધ આવવા લાગે તો બધાને બહાર કાઢીને મિક્સર જારમાં નાખો. બધા આખા મસાલાને મિક્સરમાં પીસીને જાડી પેસ્ટ બનાવી લો. આ મિશ્રણમાં આદુનો પાવડર મિક્સ કરીને એરટાઈટ કન્ટેનરમાં રાખી દો.
તમારો ગરમ મસાલો પાવડર બનીને તૈયાર છે. કોઈપણ શાક બનાવતી વખતે તેમાં ગરમ મસાલો નાખો. સ્વાદ વધી જશે.