ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ચૂકી છે અને આજે ચાથું નોરતું છે. આ દરમિયાન ઘણા ભક્તો મા દુર્ગાની પૂજા કરે છે અને 9 દિવસ ઉપવાસ રાખે છે. આ નવ દિવસોમાં તમે ઉપવાસ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણા લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે દૂધીની બરફી ખાય છે. દૂધીની બરફી સ્વાદની સાથે સાથે ઉપવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો હોય કે મોટા દરેકને આ સ્વાદિષ્ટ મીઠાઈ ખૂબ જ પસંદ આવે છે. ચાલો જાણીએ દૂધીની બરફી બનાવવાની રીત…
દૂધીની બરફીની સામર્ગ્રી
- 1 કિલો દૂધી
- 3,1/2 કપ દૂધ
- 3/4 કપ દૂધ પાવડર
- 1 કપ છીણેલું નાળિયેર
- 250 ગ્રામ છીણેલો માવો
- 2 મોટી ચમચી ઘી
- 3/4 કપ ખાંડ
- 2 ટીપું એડિબલ ફૂડ કલર
- ડ્રાઈફ્રુટ
દૂધીની બરફી કેવી રીતે બનાવવી
દૂધીના બીજ કાઢીને છીણી નાખો. હવે દૂધીને છીણીને એક બાઉલમાં ભેગી કરી લો. એક કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો. છીણેલી દૂધી નાખો અને 5-6 મિનિટ સુધી અથવા નરમ થાય ત્યાં સુધી તળો. હવે 2 કપ દૂધ નાખીને 20-22 મિનિટ સુધી પકાવો.
હવે તેમાં ખાંડ અને ગ્રીન ફૂડ કલર ભેળવો. થોજી મિનિટ સુધી અથવા ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરી દો અને અલગ રાખી દો. એક બીજી કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો. 1.5 કપ દૂધ નાખો અને ઉભરો આવવા દો. છીણેલું નાળિયેર અને માવો મિક્સ કરો. 8-10 મિનિટ સુધી અથવા મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
નારિયેળના મિશ્રણને દૂધીના મિશ્રણમાં ઉમેરો. મધ્યમ તાપ પર રાખો અને વધુ 8-10 મિનિટ સુધી પકાવો. હવે બરફીનું મિશ્રણ એક મોલ્ડમાં નાખીને તેને સ્મૂધ બનાવી લો. તેને 3-4 કલાક માટે સેટ થવા દો અથવા જ્યાં સુધી યોગ્ય રીતે આકાર ન લઈ લે. ઉપર ડ્રાઈફ્રુટથી ગાર્નિસ કરો. બસ હવે તમે જમાવેલ સ્લેબને બરફીના આકારમાં કાપી લો.