યુટીલિટી ડેસ્કઃ ભારતમાં ચાના શોખીન લોકોની સંખ્યા ખૂબ જ વધુ છે. મોટાભાગના લોકો સવારે ઉઠતાં જ ચા પીવાનું પસંદ કરે છે. તો કેટલાક લોકો જેમને આખા દિવસમાં ઘમીવાર ચા જોઈએ છે. ચા બની ગયા પછી ચા પત્તીને ફેંકી દેવામાં આવે છે. પણ તમે જાણો છો કે, જે ચા પત્તીને ફેંકી દેવામાં આવે તે ખૂબ જ કામની વસ્તુ છે. તેનો શું-શું ઉપયોગ થાય છે તે અંગે અમે તમને જણાવીએ.
યૂઝ થયેલી ચા પત્તીનો યૂઝ કરવો.
ઘા થશે સરખો.
ચા પત્તીમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જેથી તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘાને સરખો કરે છે. યૂઝ થયેલી ચા પત્તી પહેલાં સાફ કરી લેવી. આ પછી તેને પાણીમાં ઉકાળવી અને ઠંડી કરીને તેને ઘા પર લગાવી દેવી. આ પછી પાણીથી ધોઈ નાંખવું. આવું કરવાથી ઘા જલદી ભરાઈ જશે.
ઓયલી વાસણની સફાઈ.
ઘણી વાર વાસણ ધોવા છતાં ચિકણા રહે છે. તેને દૂર કરવા માટે તમે યૂઝ થયેલી ચા પત્તીનો ઉપયોગ કરી શકાય છે. ઓયલી વાસણોને સાફ કરવા માટે તમે વધેલી ચા પત્તીને ઉકાળો અને પછી તેનાથી ઓઇલી વાસણો સાફ કરવા.
છોડને મળે છે પોષણ.
કેટલાક લોકોને ઘરમાં છોડ ઉગાડવા ખૂબ જ પસંદ હોય છે. જોકે, ઘણીવાર કોઈ કારણે તેની સારસંભાળ થઈ શકતી નથી. જેને લીધે યોગ્ય પોષણ ના મળતા તે કરમાઈ જાય છે. છોડને પોષણ આપવા માટે યૂઝ થયેલી ચા પત્તીને મૂળમાં નાંખી દેવી. આ ચા પત્તીઓ ખાતરનું કામ કરે છે અને છોડને લીલોછમ રાખે છે.
કિચનના ડબ્બાની સફાઈ.
કિચનમાં રાખેલાં જૂના ડબ્બામાં સ્મેલ આવતી હોય તો તેને દૂર કરવા માટે ચા પત્તીનો ઉપયોગ કરી શકાય ચે. તમે વધેલી ચા પત્તીને સારી રીતે ઉકાળી લો. આ પછી પાણીમાં ડબ્બાને પલાળીને રાખી દો. આવું કરવાથી ડબ્બામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
માખી દૂર ભાગશે.
યૂઝ થયેલી ચા પત્તીની મદદથી તમે ઘરમાં આવતી માખીઓ પણ દૂર ભાગે છે. આ માટે યૂઝ થયેલી ચા પત્તીને પહેલાં ઉકાળી લેવી. આ પછી માખીવાળી જગ્યા પર તે પાણીથી પોતું ફેરવી દેવું. આવું કરવાથી માખીઓને ભાગવામાં મદદ મળશે.