Diwali 2025: દિવાળી પર આખો પરિવાર ભેગો થાય ત્યારે બનાવજો ચોળાફળી

આખો પરિવાર ભેગો થાય ત્યારે નાસ્તામાં ચોળાફળી આવી જાય તો ખુશીઓ બેવડાઈ જતી હોય છે. ગુજરાતી જાગરણની ફોળાફળીની રેસિપી તમને ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sun, 12 Oct 2025 07:13 PM (IST)Updated: Sun, 12 Oct 2025 07:13 PM (IST)
diwali-2025-chorafali-recipe-gujarati-recipe

Chorafali Recipe For Diwali 2025: દિવાળીનો તહેવાર દરેક ઘરમાં અનેક પ્રકારની ખુશી લઈને આવે છે. આજે અમે તમને ચોળાફળી કેવી રીતે નબાવવી તેની રેસિપી જણાવીશું. આખો પરિવાર ભેગો થાય ત્યારે નાસ્તામાં ચોળાફળી આવી જાય તો ખુશીઓ બેવડાઈ જતી હોય છે. ગુજરાતી જાગરણની ફોળાફળીની રેસિપી તમને ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં.

ચોળાફળીની સામગ્રી

લોટ:

  • બેસન (ઝીણો ચણાનો લોટ): 2 કપ
  • અડદની દાળનો લોટ (એ પણ એકદમ ઝીણો): 1 કપ

પાણીનું મિશ્રણ:

  • પાણી (જે વાટકીથી લોટ લીધો હોય, એ જ વાટકી ભરીને): અડધી વાટકી ભરી
  • ખાવાના સોડા (બેકિંગ સોડા): 1/2 ટીસ્પૂન
  • મીઠું: 1.25 (સવા) ટીસ્પૂન જેટલું
  • તેલ: 1 ટેબલસ્પૂન જેટલું

વણવા માટે:

ચોખાનો લોટ: થોડો (સ્પ્રિંકલ કરવા માટે)

ચોળાફળી બનાવવાની રીત (Method)

લોટ તૈયાર કરવો

  • 1). સૌપ્રથમ, પાણી, 1/2 ટીસ્પૂન ખાવાના સોડા, 1.25 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ એક બાઉલમાં લઈ લેવું.
  • 2). આ મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી દેવું જેથી મીઠું એકદમ સારી રીતે ઓગળી જાય.
  • 3). એક બાઉલમાં 2 વાટકી બેસન (ચણાનો લોટ) અને 1 વાટકી અડદની દાળનો લોટ ચાળીને લઈ લેવો.
  • 4). તૈયાર કરેલું પાણીનું મિશ્રણ (મીઠું, તેલ અને ખાવાના સોડાવાળું) થોડું થોડું ઉમેરીને કઠણ લોટ બાંધવાનો છે. લોટ ઢીલો ન થાય તેનું ધ્યાન રાખવું.
  • 5). જો લોટ બાઈન્ડિંગ ન થતો હોય કે વધારે પડતો કઠણ લાગે, તો 1-2 ચમચી પાણી વધારે ઉમેરી શકાય.
  • 6). લોટને પાણી વગર બને એટલો સારી રીતે મસળી લેવાનો છે.
  • 7). થોડું અમથું તેલ ઉમેરીને લોટને પાછો 2-3 મિનિટ જેવો મસળી લેવો, જેથી તે સ્મૂધ એવો થઈ જાય.

લોટ ટીપવો

  • 8). લોટને વધારે સ્મૂથ કરવા માટે, દસ્તાના મદદથી ટીપવો (પીસવો). આ સ્ટેપ બહુ જરૂરી છે જેથી ચોળાફળી ફૂલેલી ફૂલેલી બને.
  • 9). લોટના બે ભાગ કરી લેવા. અડધા ભાગના લોટને પીસતા લગભગ 5 મિનિટ જેવું લાગશે.
  • 10). જેમ જેમ લોટને પીસીને મસળશો, તેમ લોટનો કલર પીળાશમાંથી લાઈટ પીળો થશે, જે દર્શાવે છે કે લોટ બરાબર પીસાઈ ગયો છે.
  • 11). લોટ પર થોડું તેલ લગાવવાનું અને ફોલ્ડ કરતા જવાનું, પીસતા જવાનું. આ રીતે ટીપવાથી ચોળાફળી સોફ્ટ, ફૂલેલી અને ખસ્તા બનશે.

લોટનો રોલ કરી લેવો

  • 13). છરીની મદદથી 1/2 થી 3/4 ઇંચના એકસરખા લુવા કટ કરી લેવા, અથવા જો મોટી વણવી હોય તો 1 ઇંચના લુવા કરવા.
  • 14). થોડું તેલ લઈ બધા લુવાને કોટ કરી લેવા અને બાઉલમાં લઈ લેવા.
  • 15). વણવા માટે માત્ર ચોખાનો લોટ જ હલકો હલકો સ્પ્રિંકલ કરવાનો; મેંદો કે બેસન કે અડદનો લોટ વાપરવાનો નથી.
  • 16). જેટલો પાતળો વણી શકો, એટલો પાતળો વણી લેવો.
  • 17). વણાઈ જાય એટલે ઉપર નીચેનો ભાગ થોડો થોડો રાખીને લાંબા લાંબા સ્ટ્રાઇપમાં કટ કરી લેવા, અથવા ચોરસ શેપમાં પણ કટ કરી શકાય.
  • 18.) વણાઈ જાય પછી ચોળાફળીને એક પેપર ઉપર 10 મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનું છે; વણીને તરત જ તળવાની નથી.

ચોળાફળી તળવી

  • 1). તેલ એકવાર ગરમ કરી લેવું અને ગેસની ફ્લેમ મીડીયમ હાઈ સાઈડ જ રાખવાની.
  • 2). ચોળાફળી ગરમ તેલમાં ઉમેરી દેવી; તે ઉમેરતાની સાથે જ ફૂલી જશે.
  • 3). તેને બે સાઈડ 30-30 સેકન્ડ જેવું જ તળાતા વાર લાગશે; ફૂલે એટલે તરત સાઈડ ચેન્જ કરી લેવાની અને બે સાઈડ 10-10 સેકન્ડ જેવું થવા દેવું.
  • 4). જો ચોળાફળી બળવા લાગી હોય, તો ગેસની ફ્લેમ થોડી વાર માટે સ્લો કરીને પાછી મીડીયમ કરી દેવી.
  • 5). તળાઈ જાય એટલે કિચન પેપર પર કાઢતા પહેલા, મસાલો છાટવો.

સ્ટોરેજ

  • વણ્યા પછી ચોળાફળીને પેપર પર સુકવીને ઉપર ઉપર મૂકી દેવાની.
  • તેને ઝિપલોક બેગમાં ભરીને રેફ્રિજરેટરમાં 3 મહિના સુધી, કે ડીપ ફ્રીઝમાં 3 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
  • જ્યારે પણ તળવી હોય ત્યારે બહાર કાઢીને સીધી તળી લેવાની.

ચોળાફળી માટેનો મસાલો

  • સંચળ: 1/2 ટેબલસ્પૂન
  • લાલ મરચું પાવડર: 1/2 ટેબલસ્પૂન
  • અડધો ટેબલસ્પૂન સંચળ અને અડધો ટેબલસ્પૂન લાલ મરચું પાવડર મિક્સ કરી દેવું. તીખું ભાવે એ રીતે લાલ મરચું લેવું.
  • ચોળાફળી તળાઈ જાય એટલે કિચન પેપર પર કાઢતા પહેલા, મસાલો બંને સાઈડ સારી રીતે છાટી દેવો.

ચોળાફળીની ચટણીની સામગ્રી

  • બેસન: 1.5 (દોઢ) ટેબલસ્પૂન જેટલું
  • પાણી: 1/4 કપ જેટલું (ઉકાળવા માટે)
  • લીલું મરચું: 1 (તીખાશ પ્રમાણે વધારે)
  • લીલા ધાણા: 1 કપ
  • લીંબુનો રસ: અડધા લીંબુનો
  • મીઠું: 1/2 થી 3/4 (પોણી) ટીસ્પૂન જેટલું (અથવા સ્વાદ પ્રમાણે)
  • ખાંડ: 1 ટીસ્પૂન જેટલી (ગળપણ છે એ ઓપ્શનલ છે)
  • આદુ: 1 નાનો ટુકડો

ચોળાફળીની ચટણી બનાવવાની રીત

  • એક બાઉલમાં 1.5 ટેબલસ્પૂન બેસન લેવું અને તેમાં થોડું અમથું પાણી ઉમેરીને એકદમ ઓગાળી લેવું, જેથી ગાંઠા ન રહે.
  • જરૂર લાગે એટલું થોડું પાણી પાછું ઉમેરીને મિક્સ કરી દેવું.
  • હવે આ બેસનવાળું મિશ્રણ પેનમાં લઈ લેવું અને સતત ચલાવતા રહીને ધીમા તાપે (સ્લો ફ્લેમ) ગરમ કરવું, જેથી તે આવી પેસ્ટ જેવું ઘટ્ટ થઈ જાય.
  • ચણાના લોટનો કાચો ટેસ્ટ ન આવે તે માટે મિશ્રણને પ્રોપર કૂક કરી લેવાનું. કૂક થઈ જાય પછી તેને ઠંડું થવા દેવું.
  • મિક્સર જારમાં 1 લીલું મરચું (તીખાશ પ્રમાણે), 1 કપ લીલા ધાણા, અડધા લીંબુનો રસ, 1/2 થી 3/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ (જો જોઈતી હોય તો) અને 1 નાનો આદુનો ટુકડો ઉમેરી દેવા.
  • તેમાં ઠંડું કરેલું ચણાના લોટનું મિશ્રણ ઉમેરી દેવું.
  • થોડું પાણી ઉમેરીને મિક્સર ચલાવવું. ચોળાફળીની જે ચટણી છે એ થોડી પાતળી હોય છે, એટલી બધી થીક નથી હોતી સેન્ડવીચની ચટણી જેટલી.
  • આ રીતે બહુ ટેસ્ટી એવી ચોળાફળીની ચટણી તૈયાર થઈ ગઈ.