Ragi chilla for weight Loss:
જો તમે વજન ઘટાડવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે તમારા રોજિંદા ડાયટમાં રાગીનો સમાવેશ તો કરવો જ જોઈએ. રાગીમાં ભરપૂરમાં માત્રામાં રહેલ ફાઈબર અને પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે અને મેટાબૉલિઝમ બૂસ્ટ કરી વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો તેમના ડાયટમાં રાગીના પરોઠા કે રોટલીનો સમાવેશ અચૂક કરતા જ હોય છે.
જો તમે પણ વજન ઘટાડવા માટે રાગીનો ઉપયોગ કરતા હોવ અને રોજ-રોજ રોટલી અને પરાઠા ખાઈને કંટાળી ગયા હોવ તો આજે રાગીના પુડલા ટ્રાય કરી શકો છો. રાગીના પુડલા ખાવામાં બહુ સ્વાદિષ્ટ તો લાગે જ છે, સાથે-સાથે તેની રેસિપી પણ એકદમ સરળ છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું રાગીના પુડલા બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદા અંગે.
રાગીના પુડલા બનાવવાની રેસિપી
સામગ્રી
- રાગીનો લોટ- 1 કપ
- દહીં- 1/2 કપ
- લીલાં શાકભાજી – જરૂર મુજબ
- મીઠું- સ્વાદાનુસાર
- નવશેકું પાણી- 1/4 કપ
- સીઝનિંગ માટે કોથમીર અને ગાજરના ટુકડા
- બટર કે રિફાઈન્ડ ઑઈલ
રાગી બનાવવાની રીત
- રાગી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં રાગીનો લોટ લો.
- ત્યારબાદ તેમાં દહીં, મીઠું અને બાકીના શાકભાજી નાખો.
- ત્યારબાદ તેમાં નવશેકું પાણી નાખો અને મિક્સ કરી પુડલાનો ઘોળ બનાવો.
- આ ઘોળમાં 1/2 ચમચી બટર કે રિફાઈન્ડ તેલ મિક્સ કરો.
- હવે ગેસ પર પેન ગરમ કરો.
- પેન થોડી ગરમ થાય એટલે તેને તેલથી ગ્રીસ કરી રાગીનો પુડલો ફેલાવો.
- પુડલાને બંને તરફથી બરાબર શેકી લો.
- તૈયાર છે રાગીના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પુડલા. તમે તેને ચટણી અને અથાણા સાથે આરોગી શકો છો.
વજન ઘટાડવામાં મદદ કરશે રાગી
તમે વજન ઘટાડવા માટે સવારના નાસ્તામાં રાગીના પુડલાનું સેવન કરી શકો છો. રાગીમાં પ્રોટીન, એમિનો એસિડ અને ફાઈબર હોય છે. આ બધા પોષક તત્વો મેટાબોલિઝમ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. નિયમિત રાગી કે રાગીમાંથી બનેલ વસ્તુઓના સેવનથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
રાગીમાં રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી આપણને વારંવાર ભૂખ નથી લાગતી અને આપણે વારંવાર ફૂડ ક્રેવિંગથી બચી શકીએ છીએ. કોઈપણ અન્ય અનાજની સરખામણીમાં રાગીમાં કેલરીની માત્રા બહુ ઓછી હોય છે, એટલે તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
રાગીથી મળતા અન્ય ફાયદા
- રાગીના સેવનથી એનીમિયા એટલે કે, શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.
- રાગીમાં રહેલ ફાઈબર કબજિયાત અને પેટના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.
- રાગીમાં કેલ્શિયમની માત્રા બહુ સારી હોય છે, જે હાડકાં મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
- રાગી ખાવાથી શરીરના બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
