Badam Katli: દિવાળીએ ઘરે જ બનાવો મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી બદામ કતરી, જાણો બનાવવાની રીત

આ દિવાળીએ ઘરે જ બનાવો બજાર જેવી સ્વાદિષ્ટ બદામ કતરી. ઓછા સમયમાં તૈયાર થતી આ મીઠાઈની સરળ રેસીપી જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 05 Nov 2026 03:40 PM (IST)Updated: Thu, 05 Nov 2026 03:40 PM (IST)
food-news-diwali-special-badam-katli-recipe-at-home

Diwali Special Badam Katli recipe: દિવાળીના તહેવાર પર મીઠાઈઓની વાત આવે ત્યારે બદામ કતરીનું નામ ચોક્કસ યાદ આવે છે. બદામના પોષક ગુણો અને ખાંડની મીઠાશથી તૈયાર થતી આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, બનાવવામાં પણ એટલી જ ખાસ છે. આ વખતે બજારમાંથી મીઠાઈ લાવવાને બદલે ઘરે જ શુદ્ધ અને તાજી બદામ કતરી બનાવીને તહેવારની ખુશી બમણી કરી શકો છો.

બદામ કતરી બનાવવાની સામગ્રી

  • બદામ – 1 કપ
  • ખાંડ – ½ કપ
  • દૂધ – 2 ચમચી
  • એલચી પાવડર – ¼ ચમચી
  • ઘી – 1 ચમચી
  • કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક)
  • ચાંદીનો વરખ – સજાવટ માટે (વૈકલ્પિક)

બદામ કતરી બનાવવાની રીત

સૌપ્રથમ બદામને ગરમ પાણીમાં 20થી 30 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેની છાલ ઉતારીને કપડા પર સૂકવી લો. હવે મિક્સરમાં બદામને ઝીણી પીસીને પાવડર તૈયાર કરો. ધ્યાન રાખો કે બદામમાંથી તેલ છૂટે નહીં.

હવે એક નોનસ્ટિક પેનમાં ખાંડ અને અડધો કપ પાણી નાખીને ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને એક તારની થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ ગેસ ધીમો કરીને તેમાં બદામનો પાવડર ઉમેરો અને સતત હલાવતા રહો.

હવે તેમાં એલચી પાવડર અને થોડું ઘી ઉમેરીને મિશ્રણને બરાબર મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થઈને પેન છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેને થોડું ઠંડું થવા દો.

ત્યારબાદ ઘી લગાવેલા બટર પેપર પર મિશ્રણ મૂકી તેના ઉપર બીજું બટર પેપર રાખો. વેલણની મદદથી તેને મધ્યમ જાડાઈમાં વણી લો. થોડું ઠંડું થયા પછી ચાકુથી ડાયમંડ આકારમાં કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બદામ કતરી. ઉપરથી ચાંદીનો વરખ લગાવીને તેને સજાવી શકો છો.