બ્લાઉઝનું પરફેક્ટ ફિટિંગ મેળવવા માટે સૌથી પહેલાં તમારા બૉડી ટાઈપ પ્રમાણે ડિઝાઇન અને પેટર્ન પસંદ કરવી જોઈએ.
સ્ટાઈલિશ દેખાવા માટે આપણે રોજ અવનવું કરતા હોઈએ જ છીએ. ટ્રેડિશનલ લુકને આકર્ષક બનાવવા માટે આપણે સ્ટાઈલિંગ પર બહુ ધ્યાન આપીએ છીએ. સાડી હોય કે લહેંગા, બંને સાથે બ્લાઉઝ પહેરવામાં આવે છે. ઘણીવાર બદલાતા જતા ફેશન ટ્રેન્ડના કારણે આપણે પરફેક્ટ સ્ટાઈલનું બ્લાઉઝ પસંદ કરી શકતા નથી અને કંફ્યૂઝ થઈને કઈં પણ ખરીદી લો છો.
ઉલ્લેખનિય છે, આજકાલ બ્લાઉઝ માટે ટ્યૂબ સ્ટાઈલ ડિઝાઇન બહુ લોકપ્રિય છે. જો તમે પણ પરફેક્ટ બ્લાઉઝ પસંદ કરવામાં કંફ્યૂઝ થઈ જતા હોવ તો આ લેખ ખાસ તમારા માટે જ છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ સાડીથી લઈને લહેંગા સ્કર્ટ બધાની સાથે સરળતાથી કેરી કરી શકાય તેવાં ટ્યૂબ બ્લાઉઝ અંગે, જેમાં તમે લાગશો એકદમ સ્ટાઈલિશ અને સુંદર.

પર્લ ડિઝાઈન
પર્લ ડિઝાઇન એવરગ્રીન ફેશન છે. તેમાં ઘણા પ્રકારની ડિઝાઇન અને રંગો રમને બજારમાં સરળતાથી મળી રહેશે. આ પ્રકારનાં બ્લાઉઝ તમને માર્કેટમાં લગભગ 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.
સ્ટાઈલિંગ ટિપ: આ બ્લાઉઝને તમે સાડીથી લઈને લૉન્ગ સ્કર્ટ બધા સાથે સ્ટાઈલ કરી શકો છો. વાળ માટે તમે વેવી ઓપન હેર સ્ટાઈલ પસંદ કરો.
મેટલિક કલરમાં
આજકાલ મેટલિક કલર બહુ ચલણમાં છે. ઉલ્લેખનિય છે કે, આ પ્રકારનું બ્લાઉઝ તમે લૉન્ગ વર્કવાળા સ્કર્ટ સાથે કેરી કરી શકો છો અને આ સિવાય તમે ઈચ્છો તો પ્લેન સાટીન સાડી સાથે પણ આ પ્રકારનું બ્લાઉઝ પણ પહેરી શકો છો. આવું બ્લાઉઝ તમને બજારમાં લગભગ 700 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.

સ્ટાઈલિંગ ટિપ: આવાં બ્લાઉઝ સાથે તમે વાળ માટે મેસી પોનીટેલ હેર સ્ટાઈલ પસંદ કરી શકો છો. તમે ઈચ્છો તો સ્લિટ કટ સ્કર્ટ સાથે પણ આ પ્રકારનું બ્લાઉઝ કેરી કરી શકો છો.
પ્લેન ડિઝાઈન સાથે
જો તમારી સાડી હેવી વર્ક વાળી હોય તો તમે બ્લાઉઝ માટે પ્લેન અને સિંપલ ડિઝાઇન જ પસંદ કરો. આ માટે તમે ઈચ્છો તો નેકલાઈનને થોડી કસ્ટમાઈઝ કરી શકો છો. આવાં બ્લાઉઝ તમે માત્ર સાડી સાથે કેરી કરી શકો છો.

સ્ટાઈલિંગ ટિપ: આ પ્રકારનું બ્લાઉઝ તમે સાટીનના ફેબ્રિકથી બનાવડાવશો તો તમારો લુક એકદમ સ્ટાઈલિશ દેખાશે. સાથે-સાથે તમે ઈચ્છો તો ગળામાં ચોકરનો સેટ પણ કેરી કરી શકો છો.
જો તમને અમારી જણાવેલ ટ્યૂબ બ્લાઉઝની લેટેસ્ટ ડિઝાઇન્સ ગમી હોય તો આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ આર્ટિકલ વાંચવા માટે અમને કમેન્ટ કરી જણાવો અને જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit - Instagram
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.