Fashion
સાડી અને લહેંગાને ગ્લેમરસ લુક આપશે શોર્ટ ચોલીની આ ડિઝાઈન્સ
જો તમે બ્લાઉઝ ડિઝાઈનમાં નવા ટ્રેન્ડ શોધી રહ્યા હોવ તો, એકવાર સાડી, લહેંગા અને લૉન્ગ સ્કર્ટની સાથે-સાથે શોર્ટ લેન્થ ચોલી પણ ટ્રાય કરી શકો છો. આ માટે તમે આ લેખમાં જણાવેલ ડિઝાઈન્સ ટ્રાય કરી શકો છો.
ફેશનમાં રોજ અવનવા બદલાવ જોવા મળે છે અને આ બદલાવોને ક્યારેલ આપણે ખુશી-ખુશી અપનાવીએ છીએ તો ક્યારેક આપણને તેમાં સંકોચ અનુભવાય છે. ખાસ કરીને જ્યારે આપણે નવા બ્લાઉઝની ડિઝાઈન્સ ટ્રાય કરીએ ત્યારે આપણે એ વાતની જ ચિંતા થાય છે કે, કઈ નેક લાઈન સારી લાગશે અને કઈ સ્લીવ્સ સ્ટાઈલિશ લુક આપશે.
ટ્રેન્ડ અનુસાર અને તમારા બસ્ટની સાઈઝને ધ્યાનમાં રાખીને બ્લાઉઝની ડિઝાઈન પસંદ કરીએ તો સુંદર લાગે છે. આજકાલ લૉન્ગ ચોલીની જગ્યાએ શોર્ટ ચોલી ડિઝાઈનનો ટ્રેન્ડ વધારે જોવા મળે છે.
આજે અમે તમને કેટલીક સેલિબ્રિટીઝની તસવીરો બતાવશું, જેઓ શોર્ટ ચોલી સાથે ખૂબજ સુંદરતાથી તેમના એથનિક લુકને ફ્લોન્ટ કરે છે. જો તમને આ લુક ગમે તો તમે પણ તેને રીક્રિએટ કરી શકો છો.
બ્રાલેટ બ્લાઉઝ ડિઝાઈન
- આ તસવીરમાં તમે એક્ટ્રેસને બ્રાલેટ બ્લાઉઝમાં જોઈ રહ્યા છો. ઘણા સમયથી બ્રાલેટ બ્લાઉઝનો ટ્રેન્ડ મહિલાઓમાં બહુ લોકપ્રિય બન્યો છે. આ પ્રકારનાં બ્લાઉઝ તમે માત્ર સાડી જ નહીં લહેંગા કે શરારા સાથે પણ કેરી કરી શકો છો.
- બ્રેસ્ટ સાઈઝ વધારે હોય કે ઓછી, તમને બજારમાં બ્રાલેટ બ્લાઉઝની નવી-નવી ડિઝાઈન્સ મળી જશે. તમને જે ડિઝાઈનમાં સહજતા લાગે તેને તમે કેરી કરી શકો છો.
- બ્રાલેટ બ્લાઉઝ લહેંગા સાથે પણ બહુ સુંદર લાગે છે અને સાડી સાથે પણ. તમારે માત્ર તેની સ્ટ્રેપ પર જ ધ્યાન આપવું. જો તમારા ખભા પહોળા હોય તો તમે થોડી પહોળી સ્ટ્રેપ બનાવી શકો છો. જો તમારા ખભા સાંકડા હોય તો તમે પાતળી સ્ટ્રેપ બનાવડાવી શકો છો.
હોલ્ટર નેક ચોલી
- હોલ્ટર નેકલાઈનવાળી ચોલીની ફેશન નવી નથી. આ પ્રકારની ચોલીનો ક્રેઝ મહિલાઓમાં બહુ પહેલાંથી જ છે. જો કે હા, શોર્ટ લેન્થ ચોલીમાં પણ હોલ્ટર નેકલાઈન બહુ જોવા મળે છે.
- તમે પણ આ પ્રકારની ચોલીને સાડી, લહેંગા કે શરારા સાથે કેરી કરી શકો છો. જો તમારા ખભા પહોળા હોય તો તમારે આવી ચોલી ન પહેરવી જોઈએ. તેનાથી ખભા વધારે પહોળા લાગશે.
- હોલ્ટરનેકલાઈન વાળી ચોલી સાથે તમે ઊંધા પાલવની સાડી પહેરી શકો છો. હોલ્ટર નેકલાઈનવાળી ચોલી સાથે સીધા પાલવની સાડી નથી સારી લાગતી.
- આ પ્રકારની ચોલીમાં તમારે નક્કી કરવાનું છે કે, તમે ડીપ નેકલાઈનમાં સહજ અનુભવો છો કે, મીડિયમ લેન્થવાળી નેકલાઈનમાં કંફર્ટેબલ અનુભવો છો.
- આ પ્રકારની ચોલી માત્ર સાડી સાથે જ નહીં, પરંતુ લૉન્ગ સ્કર્ટ, શરારા, પ્લાઝો સાથે પણ કેરી કરી શકો છો.
સ્વીટહાર્ટ નેકલાઈન શોર્ટ બ્લાઉઝ
- આ પ્રકારની નેકલાઈન તમને એથનિકની સાથે-સાથે ગ્લેમરસ લુક પણ આપી શકે છે. તમે શૉર્ટ લેન્થ બ્લાઉઝ ડિઝાઈન પણ પસંદ કરી શકો છો. બેસ્ટ એ જ રહેશે કે, તમે આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઈનને સાડી કે લહેંગા સાથે પસંદ કરો. જો તમને ડીપ નેકલાઈન પહેરવામાં વાંધો ન હોય તો, આ તમારા માટે બહુ સારો વિકલ્પ છે.
ફેશન ટિપ: જો બેલી કે પીઠ પર ચરબી હોય તો, તમારે શોર્ટ ચોલી ન પહેરવી જોઈએ, કારણકે તેનાથી શરીરની ચરબી બહાર લટકવા લાગે છે, જે દેખાવમાં બહુ ખરાબ લાગે છે.
અમને આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે અમને કમેન્ટ કરી જણાવો અને સંકળાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.