Fashion
લટકણની આ ડિઝાઇન્સ વધારશે બ્રાઈડલ બ્લાઉઝની શોભા
લગ્નના દિવસ માટે દુલ્હન ઘણા દિવસોથી તૈયારીઓ કરતી હોય છે. વાત જો બ્રાઈડલ લુકની કરવામાં આવે તો લગ્નને ખાસ બનાવવા માટે આજકાલ તમને બજારમાં ઘણી વસ્તુઓ સરળતાથી મળી રહેશે. તો બ્રાઈડલ આઉટફિટની વાત કરીએ તો, બ્લાઉઝને સ્ટાઈલિશ બનાવવા માટે તમને બજારમાં ઘણી અવનવી ડિઝાઇન્સનાં લટકણ મળી રહેશે.
જેમાં તમને અલગ-અલગ પ્રકારના કસ્ટમાઈઝ ઓપ્શનથી લઈને ગોટા પટ્ટી ડિઝાઇન પણ મળી રહેશે. પરંતુ ઘણીવાર કયા પ્રકારની ડિઝાઇનવાળા બ્લાઉઝમાં કેવું લટકણ લગાવવું એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને બતાવશું બ્રાઈડલ બ્લાઉઝ માટેની ખાસ લટકણ ડિઝાઇન્સ, જેને તમે તમારા બ્રાઈડલ આઉટફિટમાં સ્ટાઈલ કરી શકો છો અને તમારા લુકને બનાવી શકો છો સૌથી હટકે.
તારાવાળું લટકણ
આજકાલ લોકોને આ પ્રકારનાં લટકણ બહુ ગમે છે. આવાં લટકણ તમે પીઠી, મહેંદી કે લગ્નના દિવસે ટ્રાય કરી શકો છો. તમે ઈચ્છો તો કસ્ટમાઈઝ કરાવીને તેની લંબાઈને નાની કે મોટી કરી શકો છો.
HZ Tip: જો તમે પીઠીના દિવસે આવાં લટકણ પસંદ કરી રહ્યા હોવ તો તેના માટે લાલ કે મરૂન રંગનું લટકણ જ પસંદ કરવું. કારણકે પીળા રંગનાં કપડાં સાથે લાલ લટકણ ખૂબજ સુંદર લાગે છે.
કસ્ટમાઈઝ મલ્ટી લેયર લટકણ
આજકાલ આ પ્રકારનાં લટકણનું ચલણ બહુ છે. ઉલ્લેખનિય છે કે, આવાં લટકણને તમારે કસ્ટમાઈઝ પણ કરાવવાં પડશે. જેમાં તમે તમારા થનાર પતિનું નામ પણ લખાવડાવી શકો છો અને તમે ઈચ્છો તો, તેના પર ટેન્ડી લાઈન પણ લખાવડાવી શકો છો. આવાં લટકણ તમે ફ્લોરલથી લઈને સ્ટારવાળાં આઉટફિટ સાથે સ્ટાઇલ કરી શકો છો.
HZ Tip: જો તમારાં કપડાં ગોલ્ડનની જગ્યાએ સિલ્વર કે જરકન વર્કમાં હોય તોમ તમે આવાં લટકણમાં ગોલ્ડન મોતીની જગ્યાએ સફેદ મોતીનો ઉપયોગ પણ કરી શકો છો.
જરકન આઉટફિટ સાથે
આજકાલ જરકન આઉટફિટ ટ્રેન્ડમાં છે અને લોકોને બહુ ગમે પણ છે. આવાં લટકણ તમને 200 થી 300 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે. આમાં તમને અલગ-અલગ પ્રકારની ઘણી ડિઝાઇન્સ સરળતાથી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, આ એક હેન્ડમેડ લટકણ છે.
HZ Tip: જો તમારાં કપડાંમાં સિલ્વર અને ગોલ્ડન બંને ટચ હોય તો આવાં લટકણ તમને પરફેક્ટ લુક આપવામાં મદદ કરશે.
જો તમને દુલ્હન માટેની આ લટકણ ડિઝાઇન્સ ગમી હોય તો આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ આર્ટિકલ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Courtesy: thebridemade, myntra
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.