Fashion
Wedding Fashion: જાન્હવી કપૂરે કેરી કરેલાં આ આઉટફિટ્સ દરેક ગર્લ ઓછા બજેટમાં કરી શકાશે ટ્રાય
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ ફંક્શનમાં જવા માટે ઘણીવાર મહિલાઓ ઇન્ટરનેટ દ્વારા નવી ફેશન ટ્રેન્ડને સમજીને શોપિંગ કરવાનું પસંદ કરે છે. તો લેટેસ્ટ ફેશન ટ્રેન્ડને સમજવા માટે બોલિવૂડ એક્ટ્રેસ પહેરેલાં ડિઝાઈનર આઉટફિટ્સને પણ રિક્રિએટ કરવાના પસંદ કરે છે. બોલિવૂડ એક્ટ્રસની વાત કરીએ તો જાન્હવી કપૂરનો ટ્રેડિશનલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેનો લૂક્સ જોવામાં પણ ખૂબ જ ક્લાસી લાગી રહ્યો છે. જે ગર્લ આ વેડિંગ સિઝનમાં સ્ટાઇલિશ અને ક્લાસી દેખાવા માગતી હોય તે આ સ્ટાઇલ ફોલો કરી શકે છે.
બોડીકોન ગાઉન
સગાઈ અથવા કોકટેલ નાઇટ માટે આ રીતના બોડીકોન ગાઉનને ખાસ પસંદ કરવામાં આવે છે. આ સુંદર ગાઉનને ડિઝાઈનર ફાલ્ગુની શેન પીકોકે ડિઝાઈન કર્યો છે. આવું ગાઉન તમને લોકલ માર્કેટમાં 3000થી 6000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.
ગાઉનની સાથે તમે મેસી લૂકવાળી બન હેર સ્ટાઇલ કરી શકો છો. આ સાથે જ તે સ્ટોનવાળી હેર એસેસરીથી પણ લગાવી શકો છો. આ સાથે જ મેકઅપ માટે તમે સ્મોકી આઈ લૂકને પણ પસંદ કરી શકો છો.
ઇન્ડો – વેસ્ટર્ન સાડી
આજકાલ ઇન્ડો – વેસ્ટર્ન કસ્ટમાઇઝ આઉટફિટ્સને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ તેને ડિઝાઈનર ફાલ્ગુની શેન પિકોકે ડિઝાઈન કર્યા છે. આવું આઉટફિટ તમને લોકલ માર્કેટમાં લગભગ 2500થી 5000 રૂપિયામાં સરળતાથી મળી જશે.
આ રીતના આઉટફિટની સાથે તમે વાળને ઓપન વેવી કર્લ્સ હેર સ્ટાઇલ કરી શકો છો. આ સાથે જ ડાયમંડ મિનિમલ જ્વેલરી લૂકને કેરી કરો. આવું કરવાથી તમારો લૂક ખૂબ જ ક્લાસી લાગશે.
હેવી લહેંગા લૂક
આ ગ્લેમરસ લહેંગાને ડિઝાઈનર ફાલ્ગુની શેન પીકોકએ ડિઝાઈન કર્યા છે. આવો લહેંગો તમને માર્કેટમાં લગભગ 3000 રૂપિયાથી 8000 રૂપિયા સુધીમાં સરલતાથી મળી જશે.
આ રીતના લહેંગાની સાથે તમે વાળ માટે ફ્રન્ટ સ્ટાઇલ બ્રેડ બનાવ વધેલી લેન્થને કર્લ્સ કરી શકો છો. આ સાથે જ ડાયમંડ જ્વેલરીને સ્ટાઇલ કરીને લૂકને આકર્ષક બનાવી શકો છો.