જો તમે સ્ટાઈલિશ દેખાવા ઈચ્છતા હોવ તો, તમારે તમારા બૉડી ટાઈપ અનુસાર કપડાં પહેરવાં જોઈએ અને આ માટે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ ફોલો કરવી બહુ જરૂરી છે.
સ્ટાઈલિશ દેખાવું તો આપણને સૌને ગમતું હોય છે અને આ જ માટે આપણે સૌ અલગ-અલગ ફેશનના અખતરા પણ કરતા હોઈએ છીએ. રોજેરોજ ફેશન ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય છે, પરંતુ ફેશન ટ્રેન્ડની સાથે-સાથે તમારા બૉડી ટાઈપ અને સ્ટાઈલ સેન્સ પ્રમાણે આઉટફિટ પસંદ કરવાં ખૂબજ જ મહત્વનાં છે. આ બધાનું ધ્યાન રાખવામાં આવે તો આપણે સ્ટાઈલિશની સાથે-સાથે સુંદર પણ લાગીએ છીએ.
કેટલીકવાર ગરદન નાની હોય તો આપણે તેના પર પણ સુંદર લાગે એવાં યોગ્ય બ્લાઉઝ પસંદ કરી શકતા નથી. આજે અમે તમને બતાવી રહ્યા છીએ સાડીનાં બ્લાઉઝની કેલીક એવી નેકલાઈન (ગળાની ડિઝાઇન), જે તમારા ગળા પ્રમાણે એકદમ પરફેક્ટ લાગશે.
વી - નેક નેકલાઈન ડિઝાઈન

આ પ્રકારની નેકલાઈન તમારા ગળાને વધારે જગ્યા આપવામાં મદદ કરશે, જેના કારણે તમારી ગરદન લાંબી દેખાશે. સાથે-સાથે તમારો લુક પણ ખૂબજ સુંદર અને આકર્ષક લાગશે.
સ્ટાઈલિંગ ટિપ્સ: તમે ઈચ્છો તો જ્વેલરી માટે ગળામાં ચોકર સેટ પહેરી શકો છો. આમ કરવાથી તમારો લુક સુંદર લાગવાની સાથે-સાથે હાઈલાઈટ પણ થશે. સાથે-સાથે કાન માટે મોટી સાઈઝનાં સ્ટડ્સ ઈયરરિંગ્સ કેરી કરી શકો છો.
સ્વીટહાર્ટ નેકલાઈન ડિઝાઇન

આ પ્રકારની ડિઝાઇન જોનારનું બધું જ ધ્યાન તમારી ગરદનથી હટાવીને નેકલાઈન પર કેન્દ્રિત કરવામાં મદદ કરશે. સાથે-સાથે તમારી ગરદનની આસપાસ બહુ જગ્યા પણ રહેશે, જેથી તમારો લુક પણ સુંદર દેખાશે.
સ્ટાઈલિંગ ટિપ્સ: લુકને સ્ટાઈલિશ બનાવવા માટે તમે ગળાને ખાલી છોડી દો અને માત્ર હેવી ઈયરરિંગ્સ જ કેરી કરો. સાથે-સાથે બ્લાઉઝ માટે સ્વિવલેસ ડિઝાઇન પસંદ કરો.
ઑફ શોલ્ડર નેકલાઈન ડિઝાઇન

આ પ્રકારની નેકલાઈન ડિઝાઈન જો તમે ફુલ વર્કવાળી સાડી સાથે પહેરશો તો તમારો લુક એકદમ સુંદર લાગશે. સાથે-સાથે ગળાને ખાલી જ છોડો, જેથી નેકલાઈન સુંદર દેખાઈ શકે.
સ્ટાઈલિંગ ટિપ્સ: વાળા માટે ઓપન સ્લીક હેર સ્ટાઈલ પસંદ કરો અને આવી નેકલાઈનને યૂનિક લુક આપવા માટે ફૂલ સ્લીવ્સ બનાવો. આમ કરવાથી તમારો લુક ખૂબજ સુંદર લાગશે.
જો તમને નાની ગરદનવાળા લોકો માટેની આ બ્લાઉઝ ડિઝાઈન્સ ગમી હોય તો આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ લેખ વિશે તમારાં જે પણ મંતવ્યો હોય એ અમને કમેન્ટ કરી જણાવો અને આ જ પ્રકારના વધુ લેખ વાંચતા રહેવા માટે ફોલો કરતા રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણને.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.