Salwar suit for winter: શિયાળામાં પણ સ્વેટર શાલમાં ઢંકાઈ જવાની જગ્યાએ તમે સુપર સ્ટાઈલિશ દેખાઈ શકો છો. આ માટે શરત માત્ર એટલી જ છે કે, તમને કેટલીક સ્ટાઈલિંગ ટિપ્સ ખબર હોવી જોઈએ. શિયાળામાં ઠંડીના કારણે આઉટફિટ્સને સ્ટાઈલ કરવામાં બહુ મુશ્કેલી આવે છે. કારણકે આ સમયે ઠંડી બહુ વધારે હોય છે. એટલે આપણે જે પણ કપડાં પહેરીએ એ જેકેટ-કોટની નીચે ઢંકાઈ જાય છે. આ સ્થિતિમાં એથનિક કપડાંને કેવી રીતે પહેરવાં કે, તે દેખાય પણ ખરાં, તો શું કરવું એ જ સમજાતું નથી? સલવાર-સૂટ હંમેશાં ફેશન ટ્રેન્ડમાં હોય જ છે. જેને તમે શિયાળામાં પણ પહેરી શકો છો. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે, સલવાર સૂટ (Salwar suit) સાથે તમે શું પહેરી શકો છો.
જેકેટ પહેરો
તમારા વૉર્ડરોબમાં જેકેટ તો ચોક્કસથી હશે જ. ઠંડીના સમયમાં જેકેટ બહુ કામમાં લાગે છે. આ માટે તમને બજારમાં અવનવી ડિઝાઇન અને ફેબ્રિકનાં જેકેટ મળી રહેશે. આ પહેરીને તમે સ્ટાઈલિશ તો દેખાશો જ સાથે-સાથે ઠંડીથી પણ પચી સકશો. તમે તમારી પસંદ અનુસાર જેકેટ ખરીદી શકો છો, જેમ કે, સ્ટ્રાઈક, ફેન્સી અને કલરફુલ.
આ રીતે પહેરો શૉલ
એથનિક કપડાં સાથે શૉલને પણ બહુ પસંદ કરવામાં આવે છે. ભારતમાં કૉટનથી લઈને પશ્મીના સુધીમાં શૉલ મળે છે. તમને પણ કોઈને કોઈ શૉલ તો ગમતી જ હશે ને? વૉર્ડરોબમાં એક શૉલ ન હોય એવું તો બને જ નહીં.
પરંતુ શું તમને ખબર છે કે, શૉલને પણ ઘણી અલગ-અલગ રીતે કેરી કરી શકાય છે. બસ તમને કેટલીક ફેશન હેક્સ ખબર હોવી જોઈએ. તમે શૉલને સ્કાર્ફની જેમ પણ પહેરી શકો છો. તમે ઈચ્છો તો માત્ર પાછળની તરફ પણ શૉલને ઓઢી શકો છો. તમારી શૉલનો કલર અને ડીઝાઈન કેવી છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ટ્રેંચ કોટ
જો તમને પણ એમ લાગતું હોય કે, એથનિક આઉટફિટ્સમાં મોડર્ન દેખાવું શક્ય નથી, તો તમે ખોટા છો. જો તમે સલવાર સૂટમાં મોડર્ન દેખાવા ઈચ્છતા હોવ તો ટ્રેંચ કોટ પહેરવો જોઈએ.
શિયાળામાં સલવાર સૂઅ પહેરવા માટે ટિપ્સ
- જો તમે સૂટ સાથે જેકેટ પહેરી રહ્યા હોવ તો સાથે દુપટ્ટો ન લેવો. આ તમારા લુકને બગાડી શકે છે.
- ટ્રેંચ કોટ સાથે તમારે હેવી ઈયરરિંગ્સ ન પહેરવાં જોઈએ. માત્ર નાનાં સિંપલ ઈયરરિંગ્સ જ પહેરવાં.
- સલવાર સૂટ સાથે તમે કોટી પણ પહેરી શકો છો. તમારા વૉર્ડરોબમાં એકાદ સુંદર કોટી તો રાખવી જ જોઈએ.
- સલવાર-સૂટમાં પટિયાલા ક્રેઝ આજે પણ છે. જો તમે સૂટ સાથે પટિયાલા સલવાર પહેરી રહ્યા હોવ તો, તેની સાથે બ્લેક શોર્ટ લેધર જેકેટ પહેરવું.
અમને આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને આ લેખને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.