Fashion
જૂની સિલ્કની સાડીમાંથી આ રીતે બનાવો પાયજામો, લાગશે બહુ સુંદર
જો તમારા વૉર્ડરોબમાં એવી ઘણી સાડીઓ ભેગી થઈ ગઈ છે, જે તમને હવે પહેરવાની ઈચ્છા નથી થતી, તો આ લેખ ખાસ તમારા માટે જ છે. વાંચો અંત સુધી.
આપણા વૉર્ડરોબમાં શિફોન સાડી, કૉટન સાડી, બનારસી સાડી, નેટની સાડીઓની ભરમાર હોય છે. પરંતુ વૉર્ડરોબમાં સિલ્કની સાડી ન હોય એ તો શાક્ય જ નથી. સિલ્કની સાડી દરેકને બહુ ગમતી હોય છે. જ્યાં સુધી સિલ્કની સાડી ચમકતી હોય અને નવી હોય ત્યાં સુધી તેને પહેરવામાં એવો ગ્રેસ આવે છે, જે ભાગ્યે જ બીજા કોઈ આઉટફિટમાં આવે.
એટલે જ સિલ્કની સાડીઓ બહુ મોંઘી પણ હોય છે. પરંતુ આ જ્યારે જૂની થઈ જાય ત્યારે તેનું શું કરવું એ જ નથી સમજાતું. ઉલ્લેખનિય છે કે, જે સિલ્કની સાડીઓ પહેલાં તમારા લુકને સુંદર બનાવતી હતી એ જ પછી તમારા ઘરના ઈન્ટિરિયને સુંદર બનાવી શકે છે.
એટલું જ નહીં, આ જ સાડીઓને જો થોડો ડિઝાઈનર ટચ આપવામાં આવે તો તે આપણા વૉર્ડરોબની શોભા વધારી શકે છે. જો તમને સીવતાં આવડતું હોય તો તમારા માટે બહુ ઉપયોગી રહેશે. તમારા વૉર્ડરોબમાંથી કાઢો સિલ્કની જૂની સાડીઓ અને તેમાંથી બનાવો સ્ટાઈલિશ પાયજામો. તેને તમે કૂર્તી સાથે પહેરી શકો છો.
સાડી પસંદ કરો
સલવાર બનાવવા માટે સૌથી પહેલાં સિલ્કની સાડી પસંદ કરો. જૂની સાડી પસંદ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સાડી દેખાવમાં ઠીક-ઠાક હોય અને તેની કંડિશન વધારે ખરાબ ન હોય.
જો તમે પહેલીવાર જ સલવાર બનાવી રહ્યા હોવ તો, શક્ય છે કે, તમારાથી કટિંગ ખોટું થાય, અથવા સ્ટ્રેટ પેન્ટનો શેપ સારો ન બને. એવામાં તમારી સાડી પણ બગડી શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
નિશાન બનાવો
સાડી પસંદ કર્યા બાદ તેના પર નિશાન બનાવો. આ માટે આખી સાડી લેવી, સામાન્ય રીતે સાડીની લંબાઈ 5.5 મીટરની હોય છે. જો સાડી વધારે લાંબી હોય તો તમે તેને કાપી પણ શકો છો. આ માટે સાડીની વેલ કે બોર્ડરને નીચે રાખો અને ઉપરથી કાપી લો.
નિશાન બનાવ્યા બાદ તમે જૂના પાયજામા એટલે કે સલવારનો ઉપયોગ કરી શકો છો. આ માટે સલવારને ઊંધી કરો અને પછી તેના માપ પ્રમાણે ચોકની મદદથી નિશાન બનાવો. તમે સલવારનો લુક જેવો ઈચ્છતા હોવ એ પ્રમાણે નિશાન બનાવો.
કટિંગ કરો
કટિંગ કરવા માટે કપડાની પહોળાઈ 2.25 લેવી અને લંબાઈ 32 લેવી. આ સિવાય, સલવારના બંને પગના બંને ભાગ 3:47 રાખવા જોઈએ. કટિંગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે, જ્યાં તમે નિશાન બનાવ્યાં હોય, ત્યાં થોડી જગ્યા રાખીને સલવારનું કટિંગ કરવું.
કારણકે ઘણીવાર નિશાન માપ પ્રમાણે સરખી રીતે લાગી શકતાં નથી અને કપડું ઓછું પડે છે. એટલે સલવાર ફિટિંગ અને નિશાન પ્રમાણે વધારે જ કાપવો.
સિલાઈ કરો
આ બધાં સ્ટેપ્સ બાદ સલવારની સિલાઈ કરવાની રહેશે. સિલાઈ કર્યા બાદ સૌથી પહેલાં બધા ભાગ અલગ કરો અને પ્લેટને સ્ટિચ કરો. ત્યારબાદ સલવારની મોરી બનાવી લો અને સાઈડની સિલાઈ પૂરી કરો. બધા જ ટુકડાઓને એકસાથે રાખીને કિનારી પર મશીનની મદદથી સિલાઈ પૂરી કરી લો.
બસ તૈયાર છે તમારો સલવાર. તેને સુંદર લુક આપવા માટે તમે તેમાં મોતી, બટન, ટીક્કી વગેરે પણ લગાવી શકો છો.
અમને આશા છે કે, હવે તમને સમજાઈ જ ગયું હશે કે, જૂની સાડીમાંથી સલવાર કેવી રીતે બનાવી શકાય. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે સંકળાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit- (@Freepik)