શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સાડીમાં ફૉલ લગાવવાની શરૂઆત ક્યારથી થઈ અને તેનો ઈતિહાસ શું છે?
આપણે કોઈ પણ નવી સાડી લાવીએ એટલે સૌથી પહેલાં તેના પર ફૉલ ઈન્ટરલૉક કરાવી, ત્યારબાદ જ તેને પહેરી શકાય છે. સાડીમાં મેચિંગ ફૉલ ન લગાવીએ તો જાણે સાડીની મજા જ મરી જાય. સાડી મોંઘી હોય કે સસ્તી, તે લાંબા સમય સુધી ચાલે એ માટે તેમાં ફૉલ લગાવવો ખૂબજ જરૂરી છે. ફૉલ મેચિંગ ન હોય તો, તે સાડીની બહાર દેખાવા લાગે છે અને જોવામાં પણ સારો નથી લાગતો.
સાડી સાથે ફૉલનું ચલણ એટલું બધું વધારે છે કે, શહેરોમાં તમને ફૉલ મેચિંગ સેન્ટર પણ જોવા મળશે અને ઘણી બ્રાન્ડ્સ તો તેમની સાડીઓ સાથે ફૉલ પણ કસ્ટમાઈઝ કરીને બનાવે છે. રેડીમેડ સાડીઓમાં પણ ફૉલનું ચલણ વધી રહ્યું છે.
પરંતુ શું તમે જાણો છો કે, આજકાલ ખૂબજ ચલણમાં રહેતા ફૉલનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? આજે અમે તમને જણાવી રહ્યા છીએ સાડીના ફૉલ અંગે બધુ જ.

ક્યારથી શરૂઆત થઈ સાડીમાં ફૉલ લગાવવાની?
સાડીમાં ફૉલ લગાવવાનું ચલણ બહુ જૂનું નથી. સાડીઓની વાત કરીએ તો 2500 ઈ.પૂ.માં પણ તેના પૂરાવા મળ્યા છે. મહિલાઓ સદીઓથી સાડી તો પહેરે જ છે, પરંતુ ફૉલનું ચલણ એટલું જૂનું નથી. સાડીમાં ફૉલ લગાવવાની શરૂઆત લગભગ 50 વર્ષથી જ થઈ છે.
પહેલાં તો સાડીમાં ફૉલ લગાવવાનું ચલણ નહોંતું, એક રિપોર્ટ અનુસાર લગભગ 1970 આસપાસ મુંબઈમાં ફૉલની શરૂઆત થઈ હતી. સાડીમાં પહેલાં તો ફૉલ લગાવવામાં આવતો નહોંતો, પરંતુ આઝાદી બાદ જેમ-જેમ સાડીઓમાં એમ્બ્રોઈડરી અને સ્ટોન વર્કવાળી સાડીઓનું ચલણ શરૂ થયું, તેમ-તેમ તેનું વજન પણ વધવા લાગ્યું.
વજન વધવાની સાથે સાડીઓની કિંમત પણ વધવા લાગી. મોંઘી સાડીઓની એક સમસ્યા એ છે કે, બે-ત્રણવાર ઉપયોગ કર્યા બાદ તે નીચેથી ઘસાવા લાગે છે. જેના કારણે નીચેનું કપડું ઘસાવા લાગે છે અને વળવા લાગે છે. જો સામાન્ય સુતરાઉ સાડી હોય તો પણ રોજ પહેરતાં તેનું કપડું ઘસાવા લાગે છે.
એવામાં સાડીને લાંબા સમય સુધી ચલાવવા માટે કઈંક કરવું તો જરૂરી જ છે. એક સમયે બેલ બૉટમ પેન્ટનું ચલણ બહુ હતું, તે સમયે પેન્ટ પણ નીચેથી ઘસાતા હતા. પેન્ટ માટે તો આ ચાલે પરંતુ સાડીઓ સાથે આ યોગ્ય નથી.
સાડીને લાંબા સમય સુધી ચલાવવા માટે કઈંક તો કરવું જ જોઈએ. સાડીમાં ચેન લગાવવાથી તેની કિંમત બહુ વધી જાય છે અને અમીરો તો તેને કરી શકે પરંતુ ગરીબો માટે આ શક્ય જ નહોંતું.

ધીરે-ધીરે શરૂ થયું ફૉલનું ચલણ
દરેક સાડીમાં ચેન ન લગાવી શકાય તેમ સાડીમાં કપડું લગાવવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો. સાડીની અંદરની તરફ તેનું મેચિંગ કપડું લગાવવાની પ્રથા શરૂ થઈ. તેનાથી બે ફાયદા મળે છે, એજ તો સાડીની પાટલી સરખી રીતે રહે છે અને તે ઊંચી નથી થતી.
બીજું સાડીનું નીચેનું કાપડ બહુ મજબૂત હોય છે અને તેના જ કારણે સાડી નીચેથી ફાટતી નથી.
આ ટ્રેન્ડની શરૂઆત થતાં જ તે બહુ જલદી લોકોમાં જાણીતો થવા લાગ્યો. ત્યારબાદ તો સાડી મોંઘી હોય કે સસ્તી બધામાં ફૉલ લગાવવાની શરૂઆત થઈ.

સાડીની આ માહિતી તમને ખબર હતી? તમારા જવાબ અમને કમેન્ટ કરી જણાવજો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
