Fashion
બેઝિક પજામાની સ્ટાઇલિસ કરવા માટે ફોલો કરો આ ટિપ્સ, મળશે બધાથી હટકે લૂક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પજામા સૌથી કમ્ફર્ટેબલ બોટમવેર હોવાનું માનવામાં આવે છે. જેને લીધે મોટાભાગની મહિલા પજામાને વોર્ડરોબમાં સામેલ કરવાનું ખૂબ જ પસંદ કરે છે. આ ઉપરાંત કેટલીક મહિલા પજામાને નાઇટવેર તરીકે પણ પસંદ કરે છે. જ્યારે તને અન્ય ઘણી રીતે પણ સ્ટાઇલ કરી શકાય છે તે અંગે અમે તમને જણાવીએ.
હાઇ નેક ટોપ સાથે કરો સ્ટાઇલ
જો તમે ડે ટાઇમમાં બહાર જાવ છો અને એક રિલેક્સિંગ લૂક ઇચ્છો છો તો તમે પજામા સાથે હાઇનેક ટોપ સ્ટાઇલ કરી શકો છો. પજામા સાથે હાઇનેક ક્રોપ ટોપને કેરી કરી તમે લૂકને સ્ટાઇલિશ બનાવી શકો છો. તેના લૂકને સ્પોર્ટી ટચ આપવા માટે તમે સ્નીકર્સ અને કેપ એક્સેસરીઝ કેરી કરી શકો છો.
બેઝિક વ્હાઇટ ટીશર્ટ સાથે સ્ટાઇલ
આ એક ખૂબ જ કમ્ફર્ટેબલ લૂક છે. જે તમે કેઝુઅલમાં સરળતાથી કેરી કરી શકો છો. આ માટેતમે પ્રિન્ટેડ પજામાની સાથે વ્હાઇટ ટીશર્ટને સ્ટાઇલ કરી શકો છો. આ એક બેઝિક સ્ટાઇલ છે. પણ આ ક્યારેય ફેશનથી આઉટ થતું નથી. જો તમે ડે ટાઇમમાં આઉટિંગ કરો છો તો એવામાં વ્હાઇટ ટીશર્ટ અને પજામાની સાથે સ્નીકર્સને કેરી કરો.
મોનોક્રોમ લૂક ક્રિએટ
જ્યારે તમે પજામા કેરી કરી રહ્યા છો તો તેની સાથે મોનોક્રોમ લૂક સ્ટાઇલ કરવી પણ સારો ઓપ્શન છે. આ લૂકને તમે ડે ટાઇમથી ઇવનિંગ અને નાઇટ લૂકમાં પણ આ રીતથી પજામાને કેરી કરી શકો છો. તમે પોતાના લૂકને એન્હોન્સ કરવા માટે પ્રિન્ટેડ પજામાને પહેરી શકો છો. પોલ્કા ડોટ, ફ્લોરલ, પોલ્કા ડોટ અને એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટને સ્ટાઇલ કરી શકો છો. જે તમને એક કૂલ લૂક આપે છે. આ ઉપરાંત સોલિડ કલર પજામા વિધ શર્ટ પણ દેખાવમાં સારો લાગે છે.
સેમી ફોર્મલ લૂક પહેરો
પજામાને સેમી ફોર્મલ લૂકમાં પણ કેરી શકાય છે. જોકે, આ માટે તમારે થોડોક ફેરફાર કરવો પડશે. આ માટે તમે પ્લેન બેસિક વ્હાઇટ અથવા બ્લેક પજામા સાથે શર્ટને સ્ટાઇલ કરો. તમારા લૂકને સેમી ફોર્મલ ટચઆપવા માટે તમારે પજામાનું મેચિંગ બ્લેઝર પેર કરવું. તમારી સ્ટાઇલને કમ્પલિટ કરવા માટે આઉટફિટ સાથે હિલ્સને સ્ટાઇલ કરી શકો છો.
પજામા સાથે પહેરો ટેન્ક ટોપ
પજામા સાથે ટેન્ક ટોપ લૂક પણ ખૂબ જ સારો લાગે છે. આ લૂકમાં તમે પ્રિન્ટેડ પાજામા સાથે બેઝિક વ્હાઇટ અથવા બ્લેક ટેન્કને સ્ટાઇલ કરો. આ ખૂબ જ રિલેક્સિંગ લૂક છે. જે કેઝુઅલથી આઉટિંગ દરમિયાન સ્ટાઇલ કરી શકાય છે.