Valentine's Day Outfit Ideas: લાલ રંગ દેખાવમાં એકદમ ક્લાસી અને રોમેન્ટિક લાગે છે, પરંતુ તેને કેરી કરવો એકદમ સરળ નથી. તેને પહેરવા માટે જરૂરી છે યોગ્ય રીતે સ્ટાઈલ કરવું.
વેલેન્ટાઈન ડે હવે બહુ નજીક છે. કપલ્સ માટે આ દિવસ ખૂબજ મહત્વનો ગણાય છે. એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે, આ દિવસે સૌને સ્ટાઈલિશ દેખાવું ગમતું હોય છે. તો વેલેન્ટાઈન ડે પર મોટાભાગના લોકો લાલ રંગના વેસ્ટર્ન ડ્રેસ પહેરવાનું જ પસંદ કરતા હોય છે. સાથે-સાથે તેને સ્ટાઈલ પણ કરવામાં આવે છે.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે પર ડેટ પર જઈ રહ્યા હોવ તો, આ આર્ટિકલને અંત સુધી ચોક્કસથી વાંચજો. આ આર્ટિકલમાં અમે તમને જણાવશું, રેડ રંગની વેસ્ટર્ન ડ્રેસ ડિઝાઈન્સ જેને તમે વેલેન્ટાઈન ડે પર સ્ટાઈલ કરી શકો છો અને દેખાઈ શકો છો એકદમ સુંદર અને સ્ટાઈલિશ.
ફ્લેયર ડ્રેસ
આવા ડ્રેસ સાથે તમે પહોળો બેલ્ટ પણ કેરી કરી શકો છો. આ પ્રકારના ડ્રેસ સાથે તમે પંપ્સ હીલ્સ કેરી કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, આવો ડ્રેસ તમને બજારમાં લગભગ 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.

સીક્વેન ડ્રેસ
જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા હોવ તો આ પ્રકારના સીક્વેન શોર્ટ ડ્રેસને સ્ટાઈલ કરી શકો છો. આવા ડ્રેસ સાથે વાળ માટે ઓપન વેવી હેર સ્ટાઈલ પસંદ કરો. સાથે-સાથે તમે ઈચ્છો તો, લેધર બૂટ્સ સાથે તમારા લુકને બોલ્ડ બનાવી શકો છો. આવો ડ્રેસ તમને બજારમાં લગભગ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં મળી જશે.
ફ્લોરલ ડ્રેસ
વેલેન્ટાઈન ડેના દિવસે તમે ઈચ્છો તો ફ્લોરલ પેટર્નમાં પણ વેસ્ટર્ન ડ્રેસ ખરીદી શકો છો. આ પ્રકારના ડ્રેસ સાથે તમે વાળ માટે હાઈ પોનીટેલ હેર સ્ટાઈલ પસંદ કરી શકો છો. સાથે-સાથે આ પ્રકારનો શોર્ટ ડ્રેસ તમને લગભગ 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.

આ વેલેન્ટાઈન ડે પર તમે પણ અહીં જણાવેલ રેડ કલરના વેસ્ટર્ન ડ્રેસની ડિઝાઈન્સ પસંદ કરી શકો છો. જો તમને આ ડ્રેસ ડિઝાઈન્સ ગમી હોય તો, આ આર્ટિકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે-સાથે તમારાં મંતવ્યો અમને કમેન્ટ કરી જણાવજો. આ જ પ્રકારના વધુ આર્ટિકલ વાંચતા રહેવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે.
Image Credit : myntraa, flipkart
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.