વેડિંગ સિઝનમાં લહંગા, ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ જેવા અનેક ઑપ્શન છે. ખાસ કરીને સાડી એવરગ્રીન ઑપ્શન છે, જેને તમે અનેક રીતે સ્ટાઈલ કરી શકો છે. સાડીની અનેક પેટર્ન, ડિઝાઈન અને તેને પહેરવાની અનેક રીતે છે, જે તમે વેડિંગ સિઝનમાં ટ્રાય કરી શકો છે. અત્યારે સાડીના પેસ્ટલ કલર ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ સાથે બ્રાઈટ કલરની સાડીઓનું પણ ચલણ એટલું જ છે. તમે લેટેસ્ટ ટ્રેન્ડ અને પોતાની બૉડી મુજબ સાડીને સ્ટાઈલિશ લુક આપી શકો છો.
બૉલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પણ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ મુજબ સાડી પહેરે છે. જેની તસવીરોને સોશિયલ મીડિયામાં શેર કરીને તેઓ ફેન્સને પણ સ્ટાઈલિશ ગોલ્સ આપતી રહે છે. નાના પડદાની જાણીતી એક્ટ્રેસ શિવાંગી જોશીની સ્ટાઈલ પણ અદ્દભૂત છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના સ્ટાઈલિશ ફોટો ફેન્સને શેર કરતી રહે છે. જો તમે આ વેડિંગ સિઝનમાં સાડી પહેરવાનું વિચારી રહ્યાં હોવ, તો તમારે શિવાંગી જોશીના લુક્સથી પ્રેરણા લેવી જોઈએ.
ફ્લોરર પ્રિન્ટ સેટિન સાડી
આ સાડીને ડિઝાઈનર નીરુએ ડિઝાઈન કરી છે. આના જેવી સાડી તમને માર્કેટમાં 2 થી 3 હજાર રૂપિયાની આસપાસ આસાનીથી મળી જશે. આ સાડીમાં ગોટા પટ્ટીની લેસ લગાવેલી છે.
તમે સેટિન ફ્લોરલ પ્રિન્ટ વાળી સાડીને લઈને તેમાં ગોટા પટ્ટી પોતાની પસંદગીની પણ લગાવી શકો છો. આ પ્રકારની સાડી સાથે તમે વાળમાં ગજરો પણ લગાવી શકો છે.
પ્રિન્ટેડ સાડી
આ સાડીને મહિમા મહાજને ડિઝાઈન કરી છે. આવી સાડી તમને માર્કેટમાં 1000-1500ની આસપાસ મળી જશે.
જો તમને હેવી સાડી પહેરવી ના ગમતી હોય, તો તમારા માટે આ પરફેક્ટ વિકલ્પ હોઈ શકે છે. આ સાડી સાથે લૉન્ગ ઈયરિંગ્સ સારા લાગશે. જો તમારા વાળ નાના હોય, તો તમે ફ્રન્ટ બેડ્સ સાથે વાળને સ્ટ્રેલ લુક આપી શકો છો.
બોર્ડર વર્કની સાડી
આ સાડીને વરુણ બહલે ડિઝાઈન કરી છે. આવી સાડી માર્કેટમાં તમને 1 થી 2 હજાર રૂપિયાની આસપાસ સરળતાથી મળી જશે.
આજકાલ પેસ્ટલ કલરની સાડીઓનું ચલણ વધારે છે. જો તમને ચળકાટ વાળા રંગ પહેરવા ના ગમતા હોય, તો તમારે આ પ્રકારની સાડી ટ્રાય કરવી જોઈએ. આ સાડી સાથે તમે પર્લ એસેસરીઝ પણ પહેરી શકો છો. આ સાથે વાળને ખુલ્લા રાખીને એક તરફ લાલ ગુલાબ લગાવીને આકર્ષક લુક મેળવી શકો છો.
