Fashion
ટેનિંગ અને પિગમેન્ટેશન દૂર કરવા ચહેરા પર લગાવો મેથી દાણાનો ફેસપેક
ત્વચા પર ડાઘ-ધબ્બા, નિશાન , ટેનિંગ, પિગમેન્ટેશન અને કરચલી જેવી સમસ્યાઓનો સામનો લગભગ બધા જ લોકો કરતા હોય છે. જે દેખાવમાં ખરાબ પણ લાગે છે અને આપણી સુંદરતાને પ્રભાવિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ત્વચાની આ સમસ્યાઓને દૂર કરવા માટે મેથીના દાણા ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હા, તમે એકદમ સાચું જ વાંચ્યુ. સ્વાસ્થ્ય માટે તો મેથી ખૂબજ ફાયદાકારક હોય જ છે, સાથે-સાથે ત્વચા માટે પણ લાભદાયક ગણાય છે. ત્વચાના રંગમાં સુધારો કરવા અને કાળાશને દૂર કરવા માટે મેથીનો ઉપયોગ તો કરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની સાચી રીત જાણવી ખૂબજ જરૂરી છે.
તમે ઘણા લોકોના મોંએ સાંભળ્યું હશે કે, ચહેરા પરની કાળાશ અને પિગમેન્ટેશન દૂર કરવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ કેવી રીતે! આ સમસ્યામાંથી સાહત મેળવવા માટે મેથીના દાણાનો ઉપાય ખૂબજ સરળ અને કારગર છે. જેમાંથી તમે ફેસપેક બનાવીને અપ્લાય કરી શકો છો. તો હવે સવાલ એ છે કે, તેનું ફેસપેક બનાવી કેવી રીતે શકાય? તો ચાલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ તેની રીત.
પિગમેન્ટેશન દૂર કરવા માટે મેથીના દાણાનો ફેસપેક
મેથીના દાણામાં ઘણા પ્રકારનાં પોષકતત્વો અને ઔષધીય ગુણો હોય છે, જે ત્વચા માટે ખૂબજ ફાયદાકારક હોય છે. મેથીના દાણામાં વિટામિન એ, બી, સી અને કે જેવાં મહત્વનાં મિનરલ્સ હોય છે. સાથે-સાથે તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્હ્લેમેટરી ગોણોની સાથે એન્ટીઑક્સીડેન્ટ ગુણો પણ હોય છે. ત્વચાની મૃત કોશિકાઓને સાફ કરવાવાં ફ્રી રેડિકલ્સ મદદ કરે છે, જેથી તડકામાં શ્યામ પડેલ ત્વચાના પ્રભાવને ઓછો કરે છે અને લાલાશ પણ દૂર કરે છે.
જો તમે ચહેરા પર નિયમિત મેથીનો ફેસપેક લગાવો તો તેનાથી ત્વચાની રંગતમાં સુધારો થશે અને ખીલ-ફોડલીનાં નિશાન, ચહેરા પરના ડાઘ ધબ્બા અને કાળાશ દૂર કરવામાં મદદ મળશે. આ તમને એક સ્વચ્છ, મુલાયમ અને બેદાઘ ત્વચા મેળવવામાં મદદ કરશે.
પિગમેન્ટેશન દૂર કરવા માટે મેથીનું ફેસપેક બનાવવાની રીત
આ માટે એક ચમચી મેથીના દાણા લો અને પછી તેને એક કપ પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી નાખીને તેની એક મુલાયમ પેસ્ટ બનાવી લો. હવે તેમાં બે ચમચી ગુલાબજળ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેને પિગમેન્ટેશન વાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. ખાસ ધ્યાનમાં રાખો કે, ચહેરો ધોવા માટે સાબુ કે ફેસવૉશનો ઉપયોગ ન કરવો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ ફેસપેક લગાવો, બહુ જલદી પિગમેન્ટેશનથી છૂટકારો મળશે.
All Image Source: Freepik
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.