ભારતના ફેશન ઈન્ડસ્ટ્રીનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. અહીં પણ બેક સ્ટેજ પર કામ કરતા ફેશન પ્રોફેશનલ્સની માંગ સતત વધી રહી છે. ભારતીય યુવાઓ માટે ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે ફેશન સ્ટાઈલિસ્ટ, ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ, ફેશન ઇવેન્ટ મેનેજર, ફેશન જર્નાલિસ્ટ, ફેશન સ્ટાઈલિસ્ટ. આજે અમે તમને ભારતના ફેશન જગત સાથે સંબંધિત ખાસ કરિયર વિકલ્પો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. જેમાં યુવાનો તેમનું કરિયર બનાવી શકે છે.
ફેશન સ્ટાઈલિસ્ટ
એક ફેશન સ્ટાઈલિસ્ટ એક ક્રિએટિવ ડાયરેક્ટર હોય છે જે ફેશન ડિઝાઈન સંબંધિત ગ્રાહકોની સંતુષ્ટિ સુનિશ્ચિત કરે છે. ફેશન સ્ટાઈલિસ્ટની જવાબદારીઓમાં મોડલ્સ માટે આઉટફિટ પસંદગી, ફેશનની સલાહ આપવી, એક્સેસરીઝ અને પ્રોપ્સ પસંદ કરવા અને તેમના શૂટ માટે મોડલ્સને સ્ટાઇલ કરવાનો સમાવેશ થાય છે. ભારતમાં એક ફેશન સ્ટાઈલિસ્ટનો સરેરાશ પગાર વાર્ષિક 2 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયા છે.
ફેશન જર્નાલિસ્ટ્સ
ફેશન જર્નાલિસ્ટ્સ ફેશન શો, એવોર્ડ ફંક્શન્સ, સેલિબ્રિટીઓના જાહેર કાર્યક્રમોના રિપોર્ટ્સ લખે છે અને તેના પર ટીકાત્મક વિશ્લેષણ કરે છે. એક સારા ફેશન જર્નાલિસ્ટ બનવા માટે સારી કોમ્યુનિકેશન સ્કીલ, પર્સનાલિટી અને લખવાની કળા હોવી જરૂરી છે. દેશમાં એક ફેશન જર્નાલિસ્ટનો સરેરાશ પગાર વાર્ષિક 3 લાખથી 5 લાખ રૂપિયા છે.
ફેશન ટેક્નોલોજી
આ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ કરિયર ઓપ્શનમાંથી એક છે ફેશન ટેક્નોલોજી. ફેશન ટેક્નોલોજિસ્ટ ગારમેન્ટ પ્રોડક્શન પર કામ કરે છે અને ક્વોલિટી મેનેજમેન્ટમાં સામેલ હોય છે. ફેશન ટેકનોલોજિસ્ટ ફેશન હાઉસ, ટીવી પ્રોડક્શન યુનિટમાં કામ કરે છે. ભારતમાં એક ફેશન ટેક્નોલોજિસ્ટનો સરેરાશ પગાર 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.
ફેશન ડિઝાઇનર
એક ફેશન ડિઝાઇનરની જવાબદારીઓમાં કપડાં અને ઘરેણાંની પેટર્ન બનાવવી, સ્કેચ ડિઝાઇન કરવી, ફેશન ટ્રેડન્સ પર રિસર્ચ કરવું અને અન્ય ડિઝાઇનરોની સાથે સહયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કરિયરમાં વધુ સારું કરિયર બનાવવા માટે યુવાઓમાં ક્રિએટિવિટીની સાથે-સાથે સારી કોમ્યુનિકેશન સ્કીલનું હોવું પણ જરૂરી છે.
રિટેલ મેનેજર
એક રિટેલ મેનેજર ફેશન ઉત્પાદનોના સરળ પ્રમોશન અને માર્કેટિંગની ખાતરી કરે છે. તેમની સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક છે ગ્રાહકનો સંતોષ જાળવી રાખવો. એક ફેશન રિટેલ મેનેજરની અન્ય જવાબદારીઓમાં ઉત્પાદનોની ખરીદી કરવી, ઉત્પાદનોને ફેશનેબલ રીતે પ્રદર્શિત કરવા, ઉત્પાદનોની કિંમત મૂલ્યાંકનમાં સંલગ્ન હોવી, ઉત્પાદનોને પ્રેક્ષકો માટે આકર્ષક બનાવવી વગેરેનો સમાવેશ થાય છે. એક અનુભવી રિટેલ મેનેજરનો સરેરાશ પગાર 8 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો હોય છે.