Fashion
આલિયા ભટ્ટનો સોબર લુક જોઈ તમે થઈ જશો તેની ફેશન પર ફિદા
સ્ટાઈલિશ દેખાવા માટે સૌથી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ સાથે-સાથે પોતાના બૉડી ટાઈપ પ્રમાણે સ્ટાઈલિંગ પર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી તમે પણ સુંદર દેખાશો.
આપણે સૌ આપણા લુકને આકર્ષક બનાવવા માટે આપણા વૉર્ડરોબમાં વારંવાર બદલાવ લાવતા રહીએ છીએ. તો બદલાતા ફેશન ટ્રેન્ડમાં સ્ટાઈલ દેખાવું જરા પણ સરળ નથી. જો તમે સ્ટાઈલ દેખાવા ઈચ્છતા હોવ તો, બધી જ એક્ટ્રેસિસ એકબીજા કરતાં ચડિયાતી છે.
આજકાલ બોલિવૂડ સ્ક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના સુંદર લુકને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સ પણ તેનાં બહુ વખાણ કરે છે. જો તમને આલિયા ભટ્ટની ફેશન સેન્સ બહુ ગમતી હોય અને તમે પણ તેને રીક્રિએટ કરવા ઈચ્છતા હોવ તો, આ આર્ટિકલને અંત સુધી વાંચજો. આજે આ આર્ટિકલમાં અમે તમને બતાવી રહ્યા છીએ આલિયા ભટ્ટના કેટલાક સોબર લુક્સ. સાથે-સાથે સ્ટાઈલિંગ ટિપ્સ પણ જણાવશું, જેથી તમે અપ-ટૂ-ડેટ દેખાઓ.
ઑફવ્હાઈટ સાડી
આ સુંદર સાડી ડિઝાઈનર તૌરાનીએ ડિઝાઈન કરી છે. તો આ પ્રકારની સાડી તમને બજારમાં લગભગ 2000 થી 4000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.
સ્ટાઈલિંગ ટિપ: આવી સાડી સાથે તમે લીલા રંગનાં હેવી ઈયરરિંગ્સ સ્ટાઈલ કરી શકો છો. સાથે-સાથે વાળ માટે બન હેર સ્ટાઈલ બનાવી શકો છો અને તેને ગજરાથી સજાવી શકો છો.
ગાઉનમાં આલિયા ભટ્ટ
પેસ્ટલ રંગનું આ ગાઉન ડિઝાઈનર બ્રાન્ડ Costarellos એ ડિઝાઈન કર્યું છે, પરંતુ તેનાથી હળતું-ભળતું ગાઉન તમને બજારમાં લગભગ 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે.
સ્ટાઈલિંગ ટિપ: આવા ગાઉન સાથે મેકઅપ ન્યૂટ્રલ જ રાખો અને બેઝ માટે ડ્યુઈ પ્રોડક્ટ્સ પસંદ કરવી. સાથે-સાથે મિનિમલ જ્વેલરી લુકને સ્ટાઈલ કરવો.
સીક્વેન સાડી
આજકાલ સીક્વેન વર્કવાળી સાડી બહુ ચલણમાં છે. આનાથી હળતી-ભળતી સાડી બજારમાં તમને લગભગ 2500 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે. જોકે આ સાડી સાવન ગાંધીને ડિઝાઈન કરી છે.
સ્ટાઈલિંગ ટિપ: આ પ્રકારની સાડી સાથે તમે ડાયમંડ જ્વેલરીને સ્ટાઈલ કરી શકો છો. સાથે-સાથે આવી સાડી સાથે તમે વાળ માટે ઓપન સ્લીક હેર સ્ટાઈલ પસંદ કરી શકો છો.
જો તમને આલિયા ભટ્ટનો આ સ્ટાઈલિશ લુક ગમ્યો હોય તો, આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે-સાથે તમારાં મંતવ્યો અમને કમેન્ટ કરી જણાવજો. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે ફોલો કરતા રહો ગુજરાતી જાગરણને.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.