આપણા દેશના લાખો યુવાનોનું સપનું છે કે તેઓ સિવિલ સર્વિસીસ માટે તૈયાર થાય અને ઓફિસર બનીને પોતાના પરિવારનું નામ રોશન કરે. આ પરીક્ષાની તૈયારી માટે લોકો પાણીની જેમ પૈસા ખર્ચે છે, પરંતુ સફળતા બહુ ઓછા લોકોને મળે છે. આજે અમે જે IAS ઓફિસરની વાત કરી રહ્યા છીએ, તેમની સફર રેલવે સ્ટેશનથી શરૂ થાય છે. કેરળના રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા શ્રીનાથે રેલવે સ્ટેશન પરથી તેની ડ્રીમ કાર પકડી.
સ્ટેશન પર કરતા હતા કુલી તરીકે કામ
એર્નાકુલમ સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા શ્રીનાથે ફક્ત તેમના મોબાઇલ ફોનની મદદથી UPSC સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. તૈયારી વખતે તેમના પુસ્તકો, તેમનો અભ્યાસક્રમ, તેમની અભ્યાસ સામગ્રી અને તેમના પ્રેક્ટિસ પેપર જ તેમનો સહારો હતા. તેમણે આ સાબિત કરી દીધું કે 'કોણ કહે છે કે સફળતા ફક્ત નસીબ નક્કી કરે છે, જો તમારી પાસે હિંમત અને ઇરાદા હોય, તો મંજીલ તમારા કદમોમાં જુકી જાય છે.'
આફતને અવસરમાં ફેરવી નવી ઊંચાઈ હાંસલ કરી
ઘણીવાર તમે લોકોને સફળતા ન મળવાની ફરિયાદ કરતા જોયા હશે, જેમાં મોટાભાગના લોકો સફળતા ન મળવાનું કારણ સંસાધનોની અછતને જવાબદાર ગણાવે છે. તેઓ માને છે કે જો તેમને તમામ સુખ-સુવિધાઓ મળી હોત તો તેઓ જીવનમાં કંઈક સારું કરી શક્યા હોત. પરંતુ શ્રીનાથને આ અંગે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. આફતને અવસરમાં ફેરવીને તેમણે નવી ઊંચાઈ હાંસલ કરી.
કોઈ કોચિંગ વગર પરીક્ષા કરી પાસ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ પરીક્ષા પાસ કરવા માટે દર વર્ષે લાખો ઉમેદવારો પોતાનું નસીબ અજમાવતા હોય છે. આ માટે તેઓ મોટી-મોટી કોચિંગ સંસ્થાઓમાં લાખો રૂપિયા ખર્ચીને ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે, પરંતુ મૂળ કેરળના રહેવાસી અને એર્નાકુલમ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા શ્રીનાથે કોચિંગની વિના UPSCમાં સફળ થયા. કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પણ નામ રોશન કર્યું છે.
રેલવે ફ્રી WI-FIની મદદથી કરી તૈયારી
શ્રીનાથની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તેઓ કોચિંગની ફી ભરી શકે, એટલા માટે તેમણે સેલ્ફ સ્ટડી કરી UPSCની તૈયારી કરવાનો નિર્ણય લીધો. તેમને ડર હતો કે વગર કોચિંગ તેઓ પરીક્ષા ક્રૈક નહી કરી શકે, એટલા માટે તેમણે કેરલ લોક સેવા આયોગ (KPSC) પરીક્ષા આપવાનું મન બનાવ્યું. તેમના આ સંઘર્ષને રેલવેના ફ્રી WIFIએ સરળ બનાવી દીધું. તેઓ તેમના ફોનની મદદથી ઓનલાઈન તૈયારી કર્યા કરતા હતા. સખત મહેનત પછી તેમણે KPSC ની પરીક્ષા પાસ કરી લીધી. તેમને વિશ્વાસ મળ્યો કે તેઓ ફ્રી વાઇ-ફાઇની મદદથી એવી જ રીતે UPSC પરીક્ષા પાસ કરી શકે છે.
પૈસા પુસ્તકો પર નહીં, પરંતુ આ વસ્તુઓ પર ખર્ચ્યા
કેપીએસસી પાસ કર્યા પછી તેમણે યુપીએસસી સિવિલ સર્વિસીસ માટેની તૈયારી શરૂ કરી. શ્રીનાથે તેમના પૈસા પુસ્તકો પર નહીં, પરંતુ ઇયરફોન, મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને સ્માર્ટફોન પર ખર્ચ્યા અને આનાથી તેમની યુપીએસસીની તૈયારી શરૂ થઈ. કેરલ લોક સેવા આયોગની પરીક્ષા ક્રેક કરવા પછી તેમને UPSCની તૈયારી શરૂ કરી અને અંતમાં કામયાબ પણ થયા.