Jagran Special
સર્જના યાદવે નોકરીની સાથે કોચિંગ વગર કરી UPSCની તૈયારી, ત્રીજા પ્રયાસમાં મળી સફળતા, બન્યા IAS ઓફિસર
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઘણા ઉમેદવારોએ વર્ષો સુધી સખત મહેનત કરવી પડે છે. તો ઘણા ઓછા ઉમેદવારો એવા હોય છે જેઓ કોઈપણ કોચિંગની મદદ વિના આટલી મોટી પરીક્ષા પાસ કરી લે છે. આવા ઉમેદવારોમાં IAS ઓફિસર સર્જના યાદવનું નામ પણ સામેલ છે. તેઓએ નોકરીની સાથે UPSCની પરીક્ષાની તૈયારીની કરી અને આ પરીક્ષા પાસ કરી છે.
નોકરીની સાથે તૈયારી કરી શરૂ
સર્જના યાદવ દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએશન પછી નોકરીની સાથે-સાથે તેઓએ યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું. પહેલા બે પ્રયાસોમાં તેમને નિષ્ફળતા મળી. પરંતુ ત્રીજા પ્રયાસમાં તેમણે સખત મહેનત કરી. પરીક્ષાની તૈયારી માટે તેમણે નોકરી પણ છોડી દીધી હતી.
UPSC પરીક્ષા પાસે કરી તનતોડ મહેનત
સર્જના યાદવે UPSC પરીક્ષાની તૈયારી માટે તનતોડ મહેનત કરી, પરંતુ સફળતા ન મળી. આ પછી તેમણે વર્ષ 2018માં નોકરી છોડીને તૈયારી કરવાનો નિર્ણય કર્યો. જોકે, તેમ છતાં તેઓ કોચિંગમાં ન જોડાયા અને સેલ્ફ-સ્ટડી પર નિર્ભર રહ્યા.
ત્રીજા પ્રયાસમાં પાસ કરી પરીક્ષા
વર્ષ 2019માં સર્જના યાદવે સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયામાં 126મો રેન્ક મેળવ્યો અને ત્રીજા પ્રયાસમાં આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. તેમની સફળતા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.
તૈયારી કરતા ઉમેદવારને સર્જના યાદવની સલાહ
સર્જના યાદવનું માનવું છે કે, UPSC પરીક્ષાની તૈયારી માટે વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર રણનીતિ બનાવવી જોઈએ અને અભ્યાસના કલાકો પણ નક્કી કરવા જોઈએ. આ દરમિયાન દરેક વિષયને ઊંડાણપૂર્વક વાંચવાનો પ્રયાસ કરો, જેથી કોઈ કન્ફ્યૂઝન ન રહે. યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સર્જના યાદવનું કહેવું છે કે, વધુ પુસ્તકોને બદલે મર્યાદિત પુસ્તકો વાંચવા જોઈએ. સાથે જ એ પુસ્તકોને વારંવાર વાંચતા રહો. તેઓ વધુમાં કહે છે કે, તમને Google પર વિષયો પર માહિતી, વીડિયો અને ટ્યુટોરિયલ્સ મળી જશે, જેનાથી તમારા મનમાં એક પણ ડાઉટ નહીં રહે.