યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC દેશમાં વહીવટી સેવાઓ માટે દર વર્ષે પરીક્ષાઓનું આયોજન કરે છે. જેને સિવિલ સર્વિસ પરીક્ષા કહેવામાં આવે છે. સિવિલ સર્વિસની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ માટે ઉમેદવારો ખૂબ જ સખત તૈયારી કરે છે. પરંતુ થોડાક જ લોકો સફળ થાય છે. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષા લેવામાં આવે છે. આજે અમે એક એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે અમેરિકાથી પરત આવને UPSCની તૈયારી કરીને IPS અધિકારી બની ગયા. અમે જેમની વાત કરી રહ્યા છે તેમનું નામ છે અનુકૃતિ શર્મા. તેઓ 2019ની બેચના IPS અધિકારી છે. તેઓ હાલમાં યુપીના બુલંદશહેરમાં IPSના પદ પર તૈનાત છે.
ગ્રેજ્યુએશન બાદ ક્લિયર કરી UGC NET
અનુકૃતિ શર્માએ જયપુરની ઈન્ડો ભારત ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું છે. ઈન્ટર પાસ કર્યા બાદ અનુકૃતિએ ઈન્ડિય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કોલકાતાથી BSMS ગ્રેજુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તેમણે UGC NET ક્લિયર કર્યું. આ પછી વધુ અભ્યાસ માટે અમેરિકાની યુનિવર્સિટીમાં તક મળી. અમેરિકામાં અભ્યાસ દરમિયાન તેમણે UPSCની તૈયારી કરવાનું મન બનાવી લીધું હતું.
અમેરિકામાં અભ્યાસ દરમિયાન તૈયારી કરવાનું નક્કી કર્યું
આ પછી થોડો સમય મૂંઝવણમાં રહ્યા હતા કે તૈયારી કરવી કે નહીં. થોડા સમય માટે આઈડિયા ડ્રોપ પણ કરી દીધો, પરંતુ પછી નક્કી કર્યું કે હવે UPSCની તૈયારી કરવી જ છે. અનુકૃતિ શર્માએ આ માટે કોઈ કોચિંગમાં જોડાયા ન હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે તેઓએ કોઈ ટેસ્ટ સિરીઝ પણ જોઈન નહોતી કરી. તેઓએ સેલ્ફ સ્ટડી પર ભરોસો કર્યો. અનુકૃતિ શર્માએ તેમની સંપૂર્ણ તૈયારી ઇન્ટરનેટ પરથી જ કરી હતી. તેમનું માનવું છે કે તમારે કોઈપણ બાબત વિશે માહિતી મેળવવી હોય તો તમે તેને ઈન્ટરનેટ પરથી સરળતાથી મેળવી શકો છો.
5 વર્ષમાં 4 પ્રયાસો આપ્યા પછી મળ્યું આ પદ
રેન્કની વાત કરીએ તો અનુકૃતિ શર્માને IPS ઓફિસર બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. 5 વર્ષમાં 4 પ્રયાસો આપ્યા પછી તેમને આ પદ મળ્યું. અનુકૃતિ શર્મા પ્રથમ ત્રણ વખતમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા, પરંતુ સિલેક્શન થયું ન હતું. વર્ષ 2017માં ચોથી વખત UPSCમાં સિલેક્ટ તો થયા પરંતુ તેમને IPSનું પદ મળ્યું ન હતું.
2019માં 138મો રેન્ક મેળવ્યો
2017માં અનુકૃતિ શર્માનો રેન્ક 355 હતો. જેનાથી તેઓ સંતુષ્ટ ન હતા. આ પછી વર્ષ 2018માં તેમણે પરીક્ષા ન આપી અને તૈયારી કરી. વર્ષ 2019માં તેઓએ ફરીથી UPSC પરીક્ષા આપી, 138 રેન્ક મેળવ્યો અને IPS ઓફિસર બન્યા.