આપણી આસપાસ સફળતાઓના ઘણા ઉદાહરણો મળી રહે છે. સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણી એવી કહાની સાંભળતા હોઈએ છીએ જેમાંથી પણ આપણે પ્રેરણા લઇ શકીએ. ઘણા લોકોએ પોતાની મહેનત અને સાચી લગનથી શૂન્યમાંથી સર્જન કર્યું છે, માથે આવી પડેલી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે અને આજે અમે તમને એક એવી યુવતીની પ્રેરણાદાયી કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેણે અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ એક શાનદાર પગારના પેકેજ સાથે નોકરી મેળવી.
માતા ઘર કામ કરીને ચલાવે છે ગુજરાન
આ કહાની ઋતિકાની છે, જે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના રહેવાસી છે. ઋતિકાની માતા લોકોના ઘરકામ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેના પિતા પટ્ટાવાળા છે. તેની અસ્થિર આર્થિક સ્થિતિ હોવા છતાં, તેઓએ ઋતિકાને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
ભણવામાં કરી રાત-દિવસ મહેનત
તો ઋતિકાએ પણ પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું, રાત-દિવસ મહેનત કરી અને પ્રથમ પ્રયાસમાં જ 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી મેળવી.
પતિ એન્જિનિયરિંગ કોલેજમાં છે પટ્ટાવાળા
જીવનમાં સફળતા ન મળવા માટે ઘણીવાર ગરીબીને દોષી ઠેરવવામાં આવે છે, પરંતુ ઋતિકાના માતા-પિતાએ તેને તેમની દીકરીના ભવિષ્યમાં આડે આવવા ન દીધી. મૂળ ઝારખંડની ઋતિકાએ કહ્યું કે તેની માતા લોકોના ઘરે સાફ-સફાઈ કરવા માટે જાય છે, જ્યારે તેના પિતા એક એન્જિનિયરિંગ કોલેજમાં પટ્ટાવાળા છે.
પ્રોફેસરો અને મિત્રોએ કરી મદદ
ઋતિકાના માતા-પિતાએ જીવનમાં આવતી મુશ્કેલીઓને કારણે, તેમણે ઋતિકાને સારું શિક્ષણ આપવાનું અને તેમના કામથી દૂર રાખવાનું નક્કી કર્યું. ઋતિકાએ તેના પિતાના કહેવા પર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો અને તેના પ્રોફેસરો અને મિત્રોએ તેની મદદ કરી.
કોલેજે ફી કરી દીધી માફ
ઋતિકાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોલેજ દ્વારા ફી પણ માફ કરવામાં આવી અને તેને પ્લેસમેન્ટમાં બેસવાનો મોકો મળ્યો. જ્યારે તે નોકરીના ઈન્ટરવ્યુ માટે બેઠી ત્યારે તેને 20 લાખ રૂપિયાના પેકેજ સાથે નોકરીની ઓફર મળી.
અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારુપ બની ઋતિકા
ઋતિકા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. વિદ્યાર્થીઓને તેમના સારા માર્કસ અને કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પચાસ ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવી. આ ઉપરાંત તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે પુસ્તકો વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.