Ravi Jain IAS Topper: ભારતમાં સરકારી નોકરી મેળવવા માટે કોઈપણ વિદ્યાર્થીનીને કઠણ સ્પર્ધામાંથી પસાર થવું પડે છે. તમે કોઈપણ લેવલની સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય પછી તે ક્લાર્ક હોય કે IAS, તમારે એક સ્પર્ધામાંથી પસાર થવું પડે છે. IAS માટે દરવર્ષે યોજાનારી પરીક્ષાના માધ્યમથી ઘણા ઉચ્ચ પદો પર સિલેક્શન કરવામાં આવે છે, જેમ કે IPS, IFS, IRS વગેરે. સિવિસ સર્વિસ માટે પરીક્ષાનું આયોજન ત્રણ ચરણોમાં કરવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય-પરીક્ષા અને ઈન્ટરવ્યૂ. દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસમાં પાસ થવા માટે પરીક્ષા આપે છે. પરંતુ અંતિમ લિસ્ટમાં માત્ર 1000 વિદ્યાર્થીઓ જ પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય છે. પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે કેટલાક યુવાનો પોતાનો રસ્તો પણ બદલી નાખે છે, તો કેટલાક જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી મહેનત કરતા રહે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની જ કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ સતત ત્રણ વખત સિવિલ સર્વિસની પરીક્ષામાં ફેલ થયા અને ચોથા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરીને IAS અધિકારી બન્યા.
બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા રવિ જૈન
અમે વાત કરી રહ્યા છીએ મૂળ ઝારખંડના દેવઘરના રહેવાસી રવિ જૈનની. તેમણે નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમના ધોરણ 10 અને ધોરણ 12માં 85 ટકા માર્ક્સ આવ્યા હતા. ધોરણ 12 પછી તેમણે એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી અને દિલ્હીના નેતાજી સુભાષ યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીમાં એડ્મિશન લીધું . IAS રવિ જૈનના પિતા વેપારી છે અને જ્યારે માતા ગૃહિણી છે.
ત્રણ વખત મળી અસફળતા
રવિ જૈને પહેલા ત્રણ વર્ષ સુધી નોકરી કરી અને પછી UPSCના માધ્યમથી સિવિલ સેવાઓમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો. તેના માટે તેમણે તૈયારી શરૂ કરી હતી. તેઓ તૈયારીની સાથે પ્રથમ પ્રયાસમાં સામેલ થયા, પરંતુ પ્રથમ પ્રયાસમાં પ્રિલિમ્સ પણ ક્લિયર કરી શક્યા ન હતા. તેના પછી તેમણે બીજો પ્રયાસ કર્યો અને બીજી વાર પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી, પરંતુ તેઓ મેઇન્સ પરીક્ષામાં રહી ગયા. જોકે, તેઓએ હાર ન માની અને પોતાને ત્રીજા પ્રયાસ માટે તૈયાર કર્યા. રવિ જૈને પોતાનો ત્રીજો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ આ વખતે પણ અસફળ થયા. તેમને સતત ત્રણ વાર અસફળતા મળી છતાં તેમણે હિંમત ન હારી, તેઓ તૈયારી કરતા જ ગયા.
ચોથા પ્રયાસમાં હાંસિલ કર્યો 9મોં રેન્ક
રવિ જૈને પોતાની પાછળની ત્રણ નિષ્ફળતાઓથી સબક લીધો અને રાત દિવસ મહેનત કરવાનું ચાલું રાખ્યું. જે બાદ તેમણે UPSC સિવિલ સેવામાં ચોથો પ્રયાસ કર્યો અને આ વખતે તેમણે પ્રી,મેઇન્સ અને ઇન્ટરવ્યૂના થઈને 1043 અંક પ્રાપ્ત કર્યા અને આની સાથે જ તેમની દેશભરમાં 9મોં રેન્ક આવ્યો, જેથી તેઓ ટોપ-10 ટોપરની યાદીમાં પણ સામેલ થઈ ગયા. એટલું જ નહીં UPSC સાથે-સાથે તેમની બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. જોકે, તેમણે યુપીએસસીને જ મહત્વ આપ્યું.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.