કિશન પ્રજાપતિ, Botad: પ્રમુખ સ્વામી મહારાજે(Pramukh Swami Maharaj) 13 ઓગસ્ટ 2016માં જીવનલીલા સંકેલી અને જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા તે સ્થળ પર આજે ભવ્ય સ્મૃતિ મંદિર બનાવાયું છે. જેમાં 26 જાન્યુઆરી 2023એ મહંત સ્વામી દ્વારા પ્રમુખ સ્વામી અને અક્ષર-પુરુષોત્તમ મહારાજની આરસમાંથી બનેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે.
સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંત સ્વામીએ કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી અંદાજે ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. ત્યારે આ મંદિરની વિશેષતા અંગે સાળંગપુર BAPS મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીએ ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. તે માહિતી અહીં અમે ઇન્ફોગ્રાફિક્સ દ્વારા રજૂ કરી રહ્યા છીએ.
ગ્રાફિક્સઃ હરિઓમ શર્મા



ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.