પોતાની મહેનતથી વ્યક્તિ પોતાનું નસીબ પણ બદલી શકે છે. આ માટેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ જયરામ બાનન (Jairam Banan) છે. તેઓ સાગર રેસ્ટોરન્ટ (Sagar Restaurant)ના માલિક છે. તેઓ એક સમયે મહિને રૂપિયા 18ના વેતન (Salary)થી ઢાબામાં વાસણ સાફ કરવાનું કામ કરતા હતા. પિતા માર મારશે તેવા ડરથી તેમણે ઘર છોડી દીધુ હતું. તેમણે હાર માની નહીં. તેમણે ખૂબ જ મહેનત કરી અને આજે તેઓ કરોડો રૂપિયાની ફૂડ ચેઈન ધરાવે છે. આજે જયરામ દેશ તથા વિદેશમાં 60 કરતા વધારે રેસ્ટોરન્ટ ધરાવે છે અને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સાહસ કરવાની ઈચ્છાએ તેમને આ ભવ્ય સફળતા (Glorious success) અપાવી છે. જોકે તેમના માટે આ માર્ગ બિલકુલ સરળ રહ્યો ન હતો.
પિતા માર મારશે તેવા ડરથી ઘર છોડી દીધુ
જયરામ બાનનનો જન્મ કર્ણાટક (Karnataka) નજીક ઉડ્ડુપીમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. જયરામના પિતા એક ડ્રાઈવર (Driver) હતા. જોકે જયરામના પિતાનો સ્વભાવ ખુબ જ ગુસ્સાવાળો હોવાથી પિતાથી તેમને ખૂબ જ ડર લાગતો હતો. જયરામ શાળા (School)માં એક પરિક્ષામાં નાપાસ થયા હતા. પિતા તેમને મારશે તેવા ડરથી તેઓ ફક્ત 13 વર્ષની ઉંમરે જ ઘર છોડીને ભાગી ગયા હતા. જયરામ 1967માં મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા બાદ તેમણે એક કેન્ટીનમાં મહિને ફક્ત 18 રૂપિયાના વેતન (Salary)થી નોકરી કરવાની શરૂઆત કરી હતી. જયરામે આ કામને 6 વર્ષ સુધી કર્યું હતું. વાસણ ધોવા માટે તેઓ સોડાનો ઉપયોગ કરતા હતા. જેને લીધે તેમના હાથ ખૂબ જ ખરાબ થઈ ગયા હતા.
પોતાનો કારોબાર કરવાનો વિચાર આ રીતે આવ્યો
ત્યારબાદ જયરામે વાસણ ધોવાનું છોડી દીધુ હતુ અને એક વેટર (Waiter)ની નોકરી કરવા લાગ્યા હતા. ત્યારબાદ મેનેજરની પોસ્ટ (Manager post) સુધી પહોંચી ગયા હતા. જોકે જયરામને તેમના ભવિષ્યને લઈ ખૂબ જ ચિંતા રહેતી હતી. જ્યારે જયરામને પૂરતો અનુભવ થયો અને પૈસા પણ ભેગા થઈ ગયા એટલે તેમણે પોતણે એક નાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. દરમિયાન જયરામને માલુમ થયું કે મુંબઈમાં મોટી સંખ્યામાં સાઉથ-ઈન્ડિયન રેસ્ટોરન્ટ (South-Indian restaurant) ખુલી રહ્યા છે. જયરામ પણ આ ભીડનો એક ભાગ બનવા માગતા ન હતા. માટે તેમણે દિલ્હી જવાનો નિર્ણય કર્યો. જોકે દિલ્હી ગયા બાદ પણ અનેક મુશ્કેલીનો તેમને સામનો કરવો પડ્યો હતો. કારણ કે દિલ્હીમાં મોટાભાગે લોકો બિન-શાકાહારી (Non-vegetarian) હતા. અને તેઓ શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ (Pure vegetarian restaurant) ખોલવા ઈચ્છતા હતા. જે દિલ્હીમાં શરૂ કરવી ખૂબ જ મુશ્કેલ હતી.
આ રીતે શરૂ કર્યો પોતાનો કારોબાર
પોતાનો કારોબાર શરૂ કરાવની ઈચ્છા ધરાવતા જયરામ વર્ષ 1973માં દિલ્હી (Delhi)માં એક ઉડુપ્પી રેસ્ટોરન્ટ (Udupi restaurant)માં કામ કરનાર વ્યક્તિ પાસે આવ્યા. સાઉથ-ઈન્ડિયન રેસ્ટોરન્ટનું પ્રમાણ દિલ્હીમાં ઘણા ઓછા હતા અને જે પણ રેસ્ટોરન્ટ હતા તેના ભાવ પણ વધારે હતા. તેને લીધે તેમણે ઓછી કિંમતમાં વધારે સારી ગુણવત્તાવાળા ઢોંસા વેચવા અંગે વાચાર આવ્યો, ત્યારબાદ તેમણે 1974 સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ (Central Electronics)ની કેન્ટીનનું ટેન્ડર લીધું. જયરામે લોન અને પોતાની રૂપિયા 5,000ની બચત સાથે ડિફેન્સ કોલોનીમાં પોતાની પ્રથમ રેસ્ટોરન્ટ શરૂ કરી. આ રેસ્ટોરન્ટનું નામ સાગર (Sagar) રાખવામાં આવ્યું હતું.
સાગર બ્રાંડની શરૂઆત આ રીતે થઈ
જયરામની મહેનત રંગ લાવી અને તેમના રેસ્ટોરન્ટમાં ભારે ભીડ લાગવા લાગી. ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે દિલ્હીના લોધી માર્કેટમાં એક શોપ શરૂ કરી અને પોતાના ક્વોલિટી ફૂડ (Quality food)ને 20 ટકા વધારે કિંમતથી વેચવાની શરૂઆત કરી. આ રાતે તેમણે સ્ટાર્ટઅપ (startup) સાગર (Sagar Ratna) રત્નની શરૂઆત કરી,જે આજે દેશ અને વિદેશમાં મોટી સંખ્યામાં આઉટલેટ્સ (Outlets) ધરાવે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડને પાર પહોંચી ગયું છે.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.