Darshan Jariwala Interview: ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે ગત 23 ઓગસ્ટથી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જેમાં એક્ટર યશ સોની, એશા કંસારા, મિત્રા ગઢવી, દર્શન જરીવાલા અને આરતી વ્યાસ સહિતના એક્ટરો સહિત અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જોવા માટે લોકો ટિકીટ ખરીદીને સિનેમા ઘરોમાં જઈ રહ્યા છે. આ ફિલ્મના એક્ટર દર્શન જરીવાલાએ ગુજરાતી જાગરણ સાથેની વાતચીતમાં ફિલ્મના શૂટિંગ દરમિયાનની રસપ્રદ વાત શેર કરી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મો દર્શકો કેમ ઓછી પસંદ કરે છે તે અંગે પણ જવાબ આપ્યો છે.
એક્ટર દર્શન જરીવાલાએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે બે ડિરેક્ટરો અને રાઈટર સાથે ત્રણ કલાક લાંબો ઝુમ કોલ થયો હતો. સૌથી પહેલા વૈશલભાઈએ આ સ્ક્રિપ્ટની વાત કરી હતી. આ પછી બીજીવાર જ્યારે વાત કરી ત્યારે જયેશ બોડસ અને પાર્થે મને નેરેશન આપ્યું હતું. આ દરમિયાન મને પાત્ર બહુ ઈન્ટ્રસ્ટીંગ લાગ્યું એટલે મેં હા પાડી.
આ પણ વાંચો
દર્શન જરીવાલાએ જણાવ્યું કે, આ કોઈ ઐતિહાસિક ફિલ્મ નથી અથવા કોઈ પહેલા જીવાય ચુકેલું કોઈ પાત્ર નથી કે હયાત હોય એવું કોઈ પાત્ર નથી કે તેની માટે તમારે કોઈ રીસર્ચ કરવી પડે. અમારે માત્ર સ્ક્રિપ્ટને વફાદાર રહેવું પડે અને હા તમારા દિગદર્શકને જે જોઈએ છે તે પ્રમાણે કરવું જોઈએ. હવે આ ફિલ્મની વાત કરું તો જયની અમુક ડિમાન્ડ હતી કે આ આપણે અમુક રીતે જ મારે આ પાત્રને એક્સપ્રેસ કરતું હોય એ રીતે જોઈએ છે. અમુક વખત એકાદ બે વખત એમના સજેશન અથવા મે વાચતા-વાચતા કંઈ કર્યું હોય એને ગમ્યું હોય પછી કે આ તમે જે દર્શનભાઈ બોલ્યા એ પ્રમાણે જ રાખીએ. એ રીતે કહીએ કે સહિયારો પ્રયત્ન કર્યો છે. મારા મુજબ એક બહુ સરસ વિચારોની આપ-લેથી સર્જાયેલું પાત્ર છે.
દર્શન જરીવાલાએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મના શૂટિંગ વખતે બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો હતો. આ પહેલા આરક્ષણ નામની ફિલ્મમાં બચ્ચન સાહેબ સાથે મોટો રોલ કર્યો છે અને અમે એકબીજાથી ઘણા પરિચિત છીએ. આ ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચન સાહેબે ગુજરાતીમાં મને કહ્યું કે, મને ક્યાંક ગુજરાતી બોલવામાં તકલીફ પડે તો સંભાળી લેજો. જોકે, આ એમની નમ્રતા છે પણ, તે પોતાનું હોમવર્ક પુરે પુરું કરીને સેટ પર આવે છે. શૂટિંગ પર આવતા પહેલા જ મને કહ્યું કે મને સાચવી લેજો, ગુજરાતી મેં કુછ ગરબડ હુઈ તો મુજે સંભાલ લેના ત્યારે હું અને અમારા સાથી હસી પડ્યા કે સાહેબ શું વાત કરો છો.
દર્શન જરીવાલાએ જણાવ્યું કે, યશ બહું જ સમજદાર અભિનેતા છે. એની સાથે હું પહેલી વાર કામ કરી રહ્યો છું અને પહેલી વાર કોઈને સાથે કામ કરતા હોઈએ એટલે ખબર ન પડે કે આપણે કઈ રીતે ટીમ વર્ક ઊભું કરી શકીશું. જય અને પાર્થ સાથે અમારા દિગ્દર્શકો સાથે બેસીને અમે લોકોએ સ્કિપ્ટ પર બહું બધું કામ કરેલું. એ સમય દરમિયાન અમે એકબીજા સાથેનો તાલમેલ સારો બેટર કરી શક્યા અને હા બહુ જ મજા આવી. જ્યારે અમે શુટ કરતા હતા ત્યારે જગત નામની એની બીજી ફિલ્મ આવેલી અને એ હું જોવા માટે ગયો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જગત જેવો પણ રોલ કરી શકે છે.
દર્શન જરીવાલાએ જણાવ્યું કે, હું માનું છું કે ગુજરાતી પ્રેક્ષકોની જે રૂચી છે અને શું થયેલું કે અને અત્યારની જે આપણે બહું ખોટો શબ્દ વાપરીએ છીએ પણ ન્યુ અર્બન ગુજરાતી ફિલ્મ જે લગભગ દશેક વર્ષ પહેલા શરૂ થઈ અને મેં બે યાર નામની ફિલ્મ કરી હતી. ત્યારથી કંઈક નવું આ એક જુદો વર્ગ ગુજરાતી ફિલ્મનો ઉભો થયો છે. પણ શું છે કે પહેલાં ગુજરાતી ફિલ્મનું જે ઓડિયન્સ હતું તે મોટે ભાગે રૂરલ ઓડિયન્સ હતું. શહેરી ઓડિયન્સ નહોતું શહેરના લોકો જોવા માટે જતા પણ શહેરમાં બહું ઓછા લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે જતા હતા.
અત્યારનો જે અર્બન અને શહેરમાં મઘ્યમ અને ઉચ્ચ, મિડલ ક્લાસ હવે જોતો થયો છે. પણ ગુજરાતી ભાષા પત્યેની વફાદારી એન્ટરટેઇનમેન્ટ માટે નથી. એમને 110 રૂપિયામાં શાહરુખ ખાન જોવો મળતો હોય તો 70 રૂપિયામાં યશ સોનીને શું કામ જોવે આવું એ વિચારે છે. સારી વાર્તાઓ કહેવી એની પ્રોડક્શન વેલ્યું સારી હોય એ ફિલ્મ માટે વધુ પૈસા લાગે છે. એ માટે ગુજરાતી પ્રક્ષકોએ થીએટરોમાં આવવું જરૂરી છે. હું માનું છું કે બંગાળીઓને, મરાઠીઓને અને સાઉથના લોકોને તેમની ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવ છે તે ગુજરાતીને પોતાની ભાષા પ્રત્યે વધે તો હું માનું છું કે, વધારેને વધારે ગુજરાતી ફિલ્મો બની શકે છે.
અંતમાં દર્શન જરીવાલાએ જણાવ્યું કે, મારે અને યશનો જે ઈન્ટરવલ પોઈન્ટ છે એનું જે દર્શ્ય અમે લોકોએ કર્યું એ મને બહું ચેલેન્જીંગ લાગ્યું. બચ્ચન સાહેબ સાથે મને તો ફરી કામ કરવા મળ્યુ એ મારા માટે તો અવિસ્મરણીય હતું.
