OPEN IN APP

Success Story: પરીક્ષા પહેલા પિતા અને ભાઈનું અવસાન, છતાં હિંમત હાર્યા વગર પરીક્ષા આપી અને બન્યા IAS ઓફિસર

By: Kishan Prajapati   |   Updated: Sat 27 May 2023 08:06 AM (IST)
ias-himanshu-nagpal-success-story-father-and-brother-passed-away-before-the-exam-but-without-losing-courage-cleared-the-exam-and-became-an-ias-officer-136774

જાગરણ સ્પેશિયલઃ હરિયાણાના હિસારના રહેવાસી હિમાંશુ નાગપાલે તેમના જીવનમાં ઘણા દુ:ખનો સામનો કર્યો, પરંતુ તેમણે હાર ન માની અને IAS અધિકારી બનવા માટે સખત મહેનત કરી. તેમની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે, જેમણે પિતા અને ભાઈના મૃત્યુ બાદ પોતાની જાતને સંભાળી અને UPSC પરીક્ષા પાસ કરી.

પ્રથમ પ્રયાસમાં જ UPSC પરીક્ષા પાસ કરી લીધી
IAS ઓફિસર હિમાંશુ નાગપાલે પ્રથમ પ્રયાસમાં જ UPSC પરીક્ષા પાસ કરી લીધી હતી. તેઓ આનો સંપૂર્ણ શ્રેય તેમના પિતાને આપે છે. હિમાંશુ નાગપાલની કહાની તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. તેઓ જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમના પિતાનો અકસ્માત થયો હતો અને મૃત્યુ થયું હતું. જોકે, તેમના પિતાના છેલ્લા શબ્દોને હિમાંશુ નાગપાલે ખૂબ ગંભીરતાથી લીધા અને ખૂબ જ ગંભીર થઈને અભ્યાસ કર્યો. આ જ કારણ હતું કે તેમણે પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.

પિતાના અવસાન બાદ મોટા ભાઈનું થયું મૃત્યુ
હિમાંશુ નાગપાલના પિતાના અવસાનના થોડા મહિના જ થયા હતા કે તેમના મોટા ભાઈનું પણ અવસાન થયું. પિતા અને મોટા ભાઈના આકસ્મિક નિધનથી હિમાંશુ નાગપાલ એકદમ ભાંગી પડ્યા હતા. આ પછી તેઓ અભ્યાસથી દૂર રહેવા લાગ્યા અને ઘરમાં જ રહેવા લાગ્યા. તેમના કાકાએ તેમને સંભાળ્યા અને તેને અભ્યાસ માટે મોકલ્યા. હિમાંશુ નાગપાલે નક્કી કર્યું હતું કે તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનશે.

દિવસ રાત મહેનત કરીને મેળવ્યો 26મો રેન્ક
તેમણે દિવસ-રાત મહેનત કરી અને પહેલા જ પ્રયાસમાં UPSCમાં 26મો રેન્ક મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું. હિમાંશુ નાગપાલ હરિયાણાના એક નાના ગામના રહેવાસી છે અને હરિયાણાના હિસાર જિલ્લાના ભુનામાં જન્મેલા હિમાંશુ નાગપાલે પ્રારંભિક અભ્યાસ અહીંથી કર્યો હતો. ભુનાથી ધોરણ 5 સુધી અભ્યાસ કર્યા બાદ તેઓએ હાંસીથી ધોરણ12મા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે હિન્દી મીડિયમમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે.

ટોપર્સની યાદી જોઈને પિતાએ કહ્યા હતા શબ્દો
તેઓ ભણવામાં બહુ હોશિયાર નહાતા. જ્યારે પણ તેઓ પ્રથમ વખત ગ્રેજ્યુએશન માટે કોલેજમાં જયાં ત્યારે તેમના પિતા પણ ત્યાં તેમની સાથે ગયા હતા. ત્યાં ટોપર્સનું લિસ્ટ જોઈને તેના પિતાએ કહ્યું કે હિમાંશુ, મારે આ લિસ્ટમાં તારું નામ જોવું છે. જ્યારે તેમના પિતા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.