હનોઈ, એજન્સી. વિયેતનામ (Vietnam)માં એક પ્રસિદ્ધ નૂડલ વિક્રેતાને ટોચના સરકારી અધિકારીની મજાક ઉડાડવા અને સેલિબ્રિટી શેફ "સોલ્ટ બે"ની પેરોડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. દેશના સામ્યવાદી શાસકો (Communist Rulers)ના ટીકાકારો સામે આ તાજેતરની કાર્યવાહી છે. વિયેતનામના એક નૂડલ વેચનારને ગુરુવારે સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
39 વર્ષીય બુઇ તુઆન લામનો વિડિયો નવેમ્બર 2021માં વાઇરલ થયો હતો જ્યારે વિયેતનામના એક ટોચના અધિકારી તુર્કીશ શેફ, નુસરત ગોકસેની લંડન રેસ્ટોરન્ટમાં સોનાથી ભરેલી સ્ટીક ખાતા કેમેરામાં ઝડપાયા હતા.
સોલ્ટ બે કોણ છે?
સોલ્ટ બેનું સાચું નામ નુસરેટ ગોકે છે. જોકે ઈન્ટરનેટ જગત તેમને માત્ર સોલ્ટ બેના નામથી જ ઓળખે છે. તે ટર્કિશ બુચર, રસોઇયા, ફૂડ એન્ટરટેઇનર અને રેસ્ટોરન્ટ છે. સોલ્ટ બે વિશ્વના ઘણા દેશોમાં વૈભવી રેસ્ટોરાં ધરાવે છે. 2017માં એક વીડિયોએ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. માંસ બનાવવાની તેની અનોખી શૈલી માટે ઇન્ટરનેટ પર તેની ખૂબ જ ફેન ફોલોઇંગ છે. તેઓ પોતાના અને રેસ્ટોરન્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરે છે. આમાં, સોલ્ટ બે એક અનોખી શૈલીમાં સ્ટીકને કાપતા અને પછી તેને રાંધ્યા પછી, તેની આગવી શૈલીમાં તેના પર મીઠું છાંટતા જોઈ શકાય છે.