White House Shooting: આતંકી હુમલો, મોટી કિંમત ચૂકવવી પડશે… વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ

વ્હાઇટ હાઉસ પાસે થયેલા આ ગોળીબાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું કે હુમલાખોરને મોટી કિંમત ચૂકવવી પડશે. વ્હાઇટ હાઉસ પાસે ગોળીબારની ઘટનાને આતંકી હુમલો માનવામાં આવી રહી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 27 Nov 2025 08:41 AM (IST)Updated: Thu 27 Nov 2025 08:41 AM (IST)
white-house-shooting-gunfire-near-president-residence-donald-trump-645278

White House Shooting: દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી માત્ર થોડા જ અંતરે ગોળીબારની ઘટના બની હતી. નવી દિલ્હીમાં વ્હાઇટ હાઉસ પાસે થયેલા આ ગોળીબારમાં બે નેશનલ ગાર્ડ સહિત ત્રણ લોકો ઘાયલ થયા. આ ઘટના સ્થાનિક સમય મુજબ બુધવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.

ટ્રમ્પે સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો
વ્હાઇટ હાઉસ નજીક નેશનલ ગાર્ડના સભ્યો પર થયેલા ગોળીબાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તે આતંકવાદી કૃત્ય હતું. વોશિંગ્ટનમાં વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સાથે થયેલા ગોળીબાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ શહેરમાં 500 વધુ નેશનલ ગાર્ડ સભ્યોને મોકલવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે એવું પણ નિવેદન આપ્યું કે હુમલાખોરને મોટી કિંમત ચૂકવવી પડશે. વ્હાઇટ હાઉસ પાસે ગોળીબારની ઘટનાને આતંકી હુમલો માનવામાં આવી રહી છે.

નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળી ચાલવાની આ ઘટનાના સંબંધમાં ટ્રમ્પે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને વિશ્વાસ છે કે શંકાસ્પદ વ્યક્તિ 2021 માં અફઘાનિસ્તાનથી અમેરિકામાં ઘૂસ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંદર્ભમાં એક મોટો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનનાં શાસનકાળ દરમિયાન અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશ કરનાર દરેક એલિયનની ફરીથી તપાસ કરવામાં આવશે.