Shakti Shalini: હોરર ફિલ્મ 'શક્તિ શાલિની'માં ખલનાયકની એન્ટ્રી, સની દેઓલ સામે ટક્કર લેનાર આ અભિનેતા બનશે વિલન

આ અભિનેતા અગાઉ સની દેઓલ અને વિકી કૌશલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 30 Mar 2026 12:37 PM (IST)Updated: Mon, 30 Mar 2026 12:37 PM (IST)
vineet-kumar-singh-joins-maddock-horror-film-shakti-shalini-as-villain
HIGHLIGHTS
  • શક્તિ શાલિનીમાં ખલનાયકની એન્ટ્રી 
  • વિલન તરીકે દમદાર અભિનેતા કાસ્ટ

Shakti Shalini Villain: મેડોક (Maddock) હોરર યુનિવર્સની મોસ્ટ અવેટેડ હોરર થ્રિલર ફિલ્મ 'શક્તિ શાલિની' (Shakti Shalini) ના કાસ્ટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં હીરો વિશાલ જેઠવા અને હીરોઈન અનીત પદ્દા બાદ હવે ખલનાયકની (Villain) પણ એન્ટ્રી થઈ ગઈ છે.

કોણ છે 'શક્તિ શાલિની'નો ખલનાયક?

વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 'શક્તિ શાલિની'માં ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે દમદાર અભિનેતા વિનીત કુમાર સિંહ (Vineet Kumar Singh) ને કાસ્ટ કરવામાં આવ્યા છે. વિનીત કુમાર સિંહે અગાઉ વિકી કૌશલની ફિલ્મ 'છાવા' અને સની દેઓલની 'જાટ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે.

સ્ટાર કાસ્ટ અને અનીત-વિશાલની જોડી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'થામા' (Thama) ની રિલીઝ સમયે જ મેડોક દ્વારા 'શક્તિ શાલિની'ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે અનીત પદ્દા (Aneet Padda) ને પહેલેથી જ ફાઈનલ કરવામાં આવી હતી, જ્યારે થોડા સમય પહેલા જ લીડ એક્ટર તરીકે વિશાલ જેઠવા (Vishal Jethwa) ની એન્ટ્રી થઈ છે.

મળતી માહિતી મુજબ, વિનીત કુમાર સિંહે આદિત્ય સરપોતદાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. વધુમાં, અગાઉ 'સલામ વેંકી'માં સાથે જોવા મળેલા વિશાલ જેઠવા અને અનીત પદ્દાની કેમેસ્ટ્રી ફરી એકવાર આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. અત્યાર સુધી મેકર્સ દ્વારા માત્ર ફિલ્મનું ટાઇટલ જ જાહેર કરવામાં આવ્યું છે અને વાર્તા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 

શાહરૂખ ખાનની 'કિંગ' સાથે થશે ટક્કર?

મેડોક હોરર યુનિવર્સની આ હોરર થ્રિલર ફિલ્મ 'શક્તિ શાલિની'રિલીઝ ડેટની વાત કરીએ તો, પહેલા આ ફિલ્મ 24 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવાની હતી. પરંતુ એવી ચર્ચા છે કે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' (King) પણ એ જ દિવસે રિલીઝ થઈ રહી હોવાથી 'શક્તિ શાલિની'ની રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ શકે છે. હવે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.