મિડટર્મ ચૂંટણીમાં પરાજય બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી, PAK સાથે સંકળાયેલા ક્રિપ્ટો બિઝનેસ અંગે ડેમોક્રેટ્સ કરશે તપાસ

મેક અમેરિકા ગ્રેટ અગેઈન સૂત્ર આપનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીઓમાં પરાજય બાદ મુશ્કેલી વધી છે. ચૂંટણી બાદ રિપબ્લિક દિગ્ગજ ટેડ ક્રુઝનું મનોબળ તૂટી ગયું છે તો ટ્રમ્પના સમર્થકનું માનવું છે કે તેમની સાથે જોડાયેલા રહેવાથી નુકસાન થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 09:24 AM (IST)Updated: Sat, 07 Nov 2026 09:48 AM (IST)
us-republican-ted-cruz-close-associate-of-president-trump-may-face-trouble-his-ties-to-pakistan-linked-corruption-involving

US News:મેક અમેરિકા ગ્રેટ અગેઈન સૂત્ર આપનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીઓમાં પરાજય બાદ મુશ્કેલી વધી છે. ચૂંટણી બાદ રિપબ્લિક દિગ્ગજ ટેડ ક્રુઝનું મનોબળ તૂટી ગયું છે તો ટ્રમ્પના સમર્થકનું માનવું છે કે તેમની સાથે જોડાયેલા રહેવાથી નુકસાન થઈ શકે છે. 

ચૂંટણી જીત બાદ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પના સમયની ગેરરીતિને લઈ સંસદિય તપાસની જાહેરાત કરી છે. આ સંજોગોમાં કેટલાક લોકોએ તેને લઈ ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે આ તપાસને લીધે કાયદાકીય રીતે યોગ્ય પગલાં ભરવામાં આવવા જોઈએ.

કેલિફોર્નિયાના કોંગ્રેસ સભ્ય રોબર્ટ ગાર્સિયાના હાઉસ ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટીના અધ્યક્ષ બને તેવી આશા છે. તેમણે તપાસ માટે ચાર મુખ્ય ક્ષેત્રોની તપાસ કરી છે. તેમાં ટ્રમ્પના પારિવારિક વ્યાપાસ ટ્રાન્ઝેક્શન કે જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત કેસનો પણ સમાવેશ થાય છે અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ ઉપરાંત કોર્પોરટ ભ્રષ્ટાચાર અને રાજકીય ઘૂસણખોરી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને ICE દ્વાાર સંબંધિત દુરવ્યવહાર, જેફ્રી એપસ્ટીનની ફાઈલો સાથે સંકળાયેલ છે.

રાષ્ટ્રપતિના નજીકના કોર્પોરેટ સહયોગીઓ માટે આગામી બે વર્ષ મુશ્કેલીથી ભરેલા રહી શકે છે. તેમના આગામી બે વર્ષ કોંગ્રેસની સુનાવણીના ચક્કર લગાવવામાં પસાર થઈ શકે છે. તેમાં સૌથી આગળ ઈલન મસ્ક હોઈ શકે છે. મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના વડા અને  વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે.

વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિએ મધ્યાવર્તી ચૂંટણીઓ સમયે રિપબ્લિકન ઉમેદવારો અને રાજકીય સમિતિઓની મદદ માટે ઓછામાં ઓછા 445 મિલિયન ડોલર ખર્ચ કર્યો છે. આ રકમ તેમણે અમેરિકાની ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધારે વ્યક્તિગત દાનની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.