White House Diwali 2026:અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે દિવાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. રાષ્ટ્રપતિ સાથે ભારતીય સમુદાયોએ પણ દિવાળીની શાનદાર ઉજવણી કરી છે.
આ દિવાળી સમારંભ દરમિયાન ભારતીય મૂળના અનેક અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારતીય ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ, મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના તથા કેનેડાના ભૂતપૂર્વ સાંસદ રુબી ઢલ્લા પણ સામેલ હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેંટ મળી
આ સમારંભ દરમિયાન હેલ્થ ટેક કંપની GOQiiના સંસ્થાપક વિશાલ ગોંડલે ઓવલ ઓફિસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. લોકોને પરંપરાગત રીતે દીપ પ્રગટાવ્યા હતા. આ સાથે ભારતીય સમુદાયે અમેરિકાના રાષ્ટ્રપતિને હનુમાન ચાલીસાની એક પ્રતિ ભેંટ આપી દિવાળીને યાદગાર બનાવી હતી.
ગોંડલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે માહિતી આપી હતી. તેમણે આ મુલાકાતને એક સાથે મળી કરાયેલી ઉજવણી ગણાવી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પને હિંદુ ધાર્મિક સ્તુતિ-હનુમાન ચાલીસાની એક પ્રતિ ભેંટ આપવામાં આવી છે, જે અંગે તેમને ગર્વ છે. ગોંડલે પોસ્ટમાં લખ્યું કે ઓવલ ઓફિસમાં એક ખુશીની પળ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિવાળીની ઉજવણી સન્માનની વાત છે.
