Who is Tina Kandelaki: સોશિયલ મીડિયા પર એક સુંદર પત્રકારની તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ પત્રકારનું નામ છે ટીના કાંડેલાકી. ટીના કાંડેલાકીને સોશિયલ મીડિયા પર ભારતીય તરીકે દર્શાવવામાં આવી રહી છે. ટીનાને લઈ કેટલાક લોકો તો ભારતને માટે ગર્વની વાત ગણાવી રહ્યા છે તો કેટલાક તેને બહાદુર કહે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી જ ટીના સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની ખૂબ જ પ્રશંસા કરતા હતા. ત્યા સુધી કે તેમણે એક મોટું સન્માન પણ આપ્યું છે.
At the Kremlin’s State Awards 🇷🇺🎖️, Tina Kandelaki 🇮🇳 delivered one of the night’s most powerful moments 🤩, declaring herself Russian ❤️🔥 by conviction and honoring her mother’s path pic.twitter.com/fjieLrdfF3
— Leandro Romão 🇵🇹 (@leandroOnX) December 27, 2025
કોણ છે ટીના કાંડેલાકી
કોણ છે ટીના કાંડેલાકી કે જેમણે ભારતીય તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. ગ્રોક દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે તે ભારતીય નહીં પણ જ્યોર્જિયાઈ મૂળની છે.
ટીના કાંડેલાકી રશિયાન ટીટીની પ્રેઝન્ટર છે. તે જ્યોર્જિયા મૂળની છે. તે પોતાના ટીવી પ્રોગ્રામો મારફતે યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા આક્રમણનું સમર્થન કર્યું હતું. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિન સ્ટેટ ઓફ ઓર્ડર સન્માન આપ્યું છે. પુતિન દ્વારા ટીનાને આ સન્માન આપવામાં આવ્યું તેને અમેરિકા-યુરોપ સહિત દુશ્મન દેશોને આકરો જવાબ માનવામાં આવે છે.
વિચારોથી રશિયન, ટીના પુતિનની ઢાલ
ટીનાએ પોતાને વિચારો દ્વારા રશિયન ગણાવ્યા છે. ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ છે અને તે યુક્રેનની હિટ લિસ્ટમાં ટોચ પર છે. તેને પુતિનની સૌથી વિશ્વસનીય ઢાલ માનવામાં આવે છે. તેણે રશિયાને ખ્રિસ્તી સભ્યતાના રક્ષક તરીકે વર્ણવ્યું છે. તેણે કહ્યું છે કે જ્યોર્જિયાના ધાર્મિક નેતા, કેથોલિકોસ-પેટ્રિઆર્ક ઇલિયા II, પુતિન માટે પ્રાર્થના કરે છે. ટીના કહે છે કે રશિયા એક દૈવી ચમત્કાર જેવું છે, જ્યાં પુતિનના નેતૃત્વ હેઠળ ત્રીજું રોમ પુનર્જીવિત થઈ રહ્યું છે.
પિતા: વેજીટેબલ વિભાગના ડિરેક્ટર
વિકિપીડિયા પરની માહિતી અનુસાર કંડેલાકીનો જન્મ 10 નવેમ્બર, 1975 ના રોજ સોવિયેત યુનિયનના જ્યોર્જિયન SSRના તિબિલિસીમાં થયો હતો. કંડેલાકીના પિતા, ગિવી કંડેલાકી (1942–2009), જ્યોર્જિયન અર્થશાસ્ત્રી અને તિબિલિસીમાં વેજીટેબલ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર હતા જેઓ નિવૃત્તિ પછી મોસ્કો ગયા હતા.
તેમના પિતા મિશ્ર જ્યોર્જિયન અને ગ્રીક વંશના હતા. કંડેલાકીની માતા, એલ્વીરા કંડેલાકી, આર્મેનિયન અને ટર્કિશ વંશના છે અને માદક દ્રવ્યોના નિષ્ણાત છે.
