Johannesburg Shooting: દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ટાઉનશીપ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલાખોરોના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 10 થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે. આ ભયાનક ઘટનાને કારણે સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે.
હુમલાનું કારણ અકબંધ
આ ઘટના રવિવાર 21 ડિસેમ્બર 2025ના રોજ બની છે. સૂત્રો પાસેથી મળતી શરૂઆતની માહિતી અનુસાર સમાચાર લખાયા ત્યાં સુધી હુમલાખોરો કોણ હતા અને તેમણે આ હુમલો કયા કારણોસર કર્યો તે જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તપાસની કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે અને સમાચાર એજન્સી રોયટર્સના ઇનપુટ મુજબ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
