international
Russia USA Conflict: આકાશમાં રશિયન ફાઈટર પ્લેને કઈ રીતે અમેરિકી ડ્રોન પર કર્યો હુમલો, જુઓ વીડિયો
Russia USA Conflict: કાળા સમુદ્રમાં અમેરિકી ડ્રોન અને રશિયન ફાઈટર જેટ વચ્ચે ટકરાવ (Russia USA Conflict) પછી અમેરિકાએ ગુરુવારે તેનો વીડિયો જાહેર કર્યો છે. 42 સેકન્ડ લાંબા આ વીડિયોથી દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે તે દિવસે રશિય જેટે અમેરિકી ડ્રોન પર હુમલો કર્યો હતો. ફાઈટર જેટ અને ડ્રોન વચ્ચે ઘર્ષણને કારણે બંને દેશ વચ્ચે ટેન્શન વધી ગયું છે. ઉલ્લેખનિય છે કે યુક્રેન યુદ્ધના કારણે પહેલેથી જ અમેરિકા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે, જેના કારણે તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અમેરિકાના રક્ષા મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોને’ કહ્યું કે વીડિયોમાં એક રશિયન SUV-27 અમેરિકાના MQ-9 ડ્રોનની પાછળથી તરફ આવી રહ્યું છે અને તે બાદ તેના પર ઓઈલ છોડવાનું શરૂ કરી દીધું. આ વીડિયો કાળા સમુદ્રના એરસ્પેસનો છે. રશિયન જેટ અને અમેરિકી ડ્રોનમાં ઘર્ષણ વચ્ચે વીડિયો બંધ થઈ જાય છે. અમેરિકી સેનાએ કહ્યું કે તેને મંગળવારે MQ-9 રીપરને સમુદ્રમાં તોડી પાડ્યું જ્યારે રશિયા ફાઈટર પ્લેને માનવ રહિત વિમાન પર ઈંધણ નાખ્યું, જે તેને ઓપ્ટિકલ ઉપકરણને જોતા રોકવા અને આ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનો તથા તેના પ્રોપેલરને અડચણ કરવાનો સ્પષ્ટ પ્રયાસ હતો.
યુએસ યુરોપિયન કમાન્ડે ટ્વીટ કર્યું- બે રશિયન Su-27એ 14 માર્ચે કાળા સમુદ્રના ઈન્ટરનેશનલ એરસ્પેસ પર અમેરિકી વાયુસેનાના ડ્રોન MQ-9ના સંચાલનને અસુરક્ષિત અને અવ્યવસાયિક રીતે ઈન્ટરસેપ્ટ કર્યું.
અમેરિકાએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે એક રશિયન SU-27 ફાઈટર પ્લેને પેટ્રોલિંગ અને ટોહી મિશન દરમિયાન તેમના એક રીપર ડ્રોનને તોડી પાડ્યું, જેનાથી અમેરિકી ઓપરેટરને તેને કાળ સમુદ્રની અંદર લઈ જવા માટે મજબૂર થવું પડ્યું. જો કે રશિયાએ તે વાતનો ઈનકાર કરી દીધો કે તેમણે જાણીજોઈને માનવરહિત ડ્રોનને નીચે નથી પાડ્યું. રશિયાએ ડ્રોન દ્વારા યુદ્ધાભ્યાસ માટે દોષી ગણાવ્યા અને દાવો કર્યો કે તેમના જેટે સંપર્ક કર્યો ન હતો.
પેન્ટાગોનના પ્રમુખ લૉયડ ઓસ્ટિન અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલે બુધવારે પોતાના રશિયન સમકક્ષ, રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ અને રશિયન જનરલ સ્ટાફના પ્રમુખ જનરલ વાલેરી ગેરાસિમોવ સાથે આ ઘટનાને લઈને વાત કરી હતી. રશિયાના રક્ષા મંત્રાલયે ઓસ્ટિનની સાથે કોલના રિપોર્ટમાં કહ્યું કે યુક્રેનમાં સૈન્ય અભિયાનને કારણે ક્રેમલિન દ્વારા લગાડવામાં આવેલા ઉડાન પ્રતિબંધોને અમેરિકાએ અવગણ્યા છે, જેના કારણે આ ઘટના થઈ. મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું કે રશિયા તમામ ઉશ્કેરણીનો જવાબ આપશે.
યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા-રશિયા વચ્ચે ટેન્શન
છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ એટેક કરીને જોરદાર નુકસાન પહોંચાડ્યું છે. મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. યુક્રેન અને રશિયાની આ લડાઈ વચ્ચે અમેરિકા સહિત પશ્ચિમી દેશો મોસ્કો વિરૂદ્ધ આવી ગયા છે. તેમણે રશિયા પર અનેક પ્રકારના કડક પ્રતિબંધો લગાવ્યા છે. બંને દેશોના ટેન્શન વચ્ચે રશિયન ફાઈટર જેટ દ્વારા અમેરિકી ડ્રોન સાથે ઘર્ષણને મોટી વાત માનવામાં આવે છે. આ સંબંધને વધુ ખરાબ કરવા અને તણાવ વધારવા માટે કારણભૂત પણ ગણાવવામાં આવે છે. 2014માં રશિયા દ્વારા ક્રિમીય પર કબજો કર્યા બાદથી જ કાળ સમુદ્રને લઈને તણાવ વધી ગયો છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને બ્રિટને ટોહી અને પેટ્રોલિંગ ઉડાન વધારી દીધું છે. જો કે તેઓ હંમેશા ઈન્ટરનેશનલ એરસ્પેસમાં કામ કરે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.