Ruby Dhalla: ભારતીય મૂળની લિબરલ પાર્ટીના નેતા રૂબી ઢલ્લા કેનેડાના વડાંપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જો આમ થશે તો તે કેનેડાની પ્રથમ અશ્વેત મહિલા વડાંપ્રધાન બનશે.
રૂબી ઢલ્લા સેલ્ફ મેડ બિઝનેસવુમન, ડોક્ટર અને ત્રણ વખતની સાંસદ છે. તેમનું માનવું છે કે તેમના નેતૃત્વમાં કેનેડા પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. તેમણે દેશમાં સતત વધી રહેલા હાઉસિંગ કોસ્ટ, ક્રાઈમ રેટ, ખાદ્યપદાર્થોની કિંમતો અને અમેરિકા તરફથી ટેરિફની ધમકીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.
અપ્રવાસી પરિવારમાં જન્મી છે રૂબી
રૂબીનો જન્મ કેનેડાની રાજધાની ઓટાવાથી લગભગ 2000 કિલોમીટર દૂર વિનિપેગ શહેરમાં ઇમિગ્રન્ટ માતા-પિતાને ત્યાં થયો હતો. પોતાની મહેનતના આધારે તેણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી.
તેમણે કહ્યું કે, તેમનું જીવન કેનેડામાં અસ્તિત્વમાં રહેલી તકો વિશે ઘણું જણાવે છે. તેમણે વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ટ્રુડોને 1970ના દાયકામાં ઇમિગ્રન્ટ્સ માટે કેનેડાના દરવાજા ખોલવાનો શ્રેય પણ આપ્યો હતો.
કેનેડાને ગણાવ્યો મહાન દેશ
તેણે કહ્યું, મારી માતા 1972માં કેનેડા આવી હતી. મેં અહીં જે કંઈ હાંસલ કર્યું છે તે સખત મહેનત અને ઈચ્છાને કારણે છે, તેમજ કેનેડા એક મહાન દેશ છે.
તેમણે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય ઇમિગ્રન્ટ્સને જોતાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુએસ ટેરિફની અસરને ઓછી કરવા માટે કેનેડાએ ભારત સહિત અન્ય દેશો સાથે જોડાવું જોઈએ.
As Prime Minister, I will deport illegal immigrants and clamp down on human traffickers.
— Ruby Dhalla (@DhallaRuby) January 28, 2025
That’s my promise to you.
En tant que Premiére ministre, je vais expulser les immigrants illégaux et sévir contre les trafiquants d’êtres humains.
C’est ma promesse envers vous. pic.twitter.com/T69pISQlXS
14 વર્ષની ઉંમરથી પાર્ટી સાથે જોડાઈ હતી
- રૂબી 14 વર્ષની હતી ત્યારથી લિબરલ પાર્ટી સાથે કામ કરી રહી છે. તેમનું નેતૃત્વ અભિયાન લિબરલ પાર્ટી અને કેનેડાના પુનઃનિર્માણ પર કેન્દ્રિત છે. તેમનું સૂત્ર છે- કેનેડાના કમબેકની શરૂઆત હવે થશે.
- રૂબીએ કહ્યું કે તે એક સ્પર્ધાત્મક અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે જે બિઝનેસ, સાહસિકો અને યુવાનોને ટેકો આપે. તેમણે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર કેનેડાની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માંગે છે.
