Reza Mamdani: મંગળવાર ન્યૂયોર્ક શહેર માટે ઐતિહાસિક દિવસ હતો, જેમાં ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી.
આ જીત સાથે તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના સૌથી યુવા મેયર બન્યા. તેમની જીતે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું, જ્યારે તેમની પત્ની, રામા દુવાજીએ પડદા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મમદાની ન્યૂ યોર્કના સૌથી યુવા મેયર
28 વર્ષીય દુવાજી મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહી છે. તે એક કલાકાર છે અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સના સહી અભિયાન સાથે સોશિયલ મીડિયા પર હાજરી જાળવી રાખવાનો શ્રેય તેમને આપવામાં આવે છે.

સીએનએનના અહેવાલ મુજબ દુવાજી ડલ્લાસમાં ઉછર્યા હતા અને તેમનું શાળાકીય શિક્ષણ દુબઈમાં પૂર્ણ કર્યું હતું. ચાર વર્ષ પહેલાં, તે ન્યૂયોર્ક આવી અને તેમણે મમદાનીના કેમ્પેઇનનો લોગો અને ઓવરઓલ એસ્થેટિકને ડિઝાઈન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં બોલ્ડ યલો, ઓરેન્જ અને બ્લૂ રંગની બ્રાન્ડિંગ પણ સામેલ છે.
પત્ની રામાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
દુવાજી ચૂંટણી ચર્ચાઓ અને પ્રચાર કાર્યક્રમોથી દૂર રહેતા હતા અને ભાગ્યે જ તેના વિશે ઓનલાઈન પોસ્ટ કરતા હતા. ચૂંટણી સંબંધિત તેમની એકમાત્ર સોશિયલ મીડિયા પોસ્ટ જૂનમાં આવી હતી, જ્યારે મામદાનીની આશ્ચર્યજનક પ્રાથમિક જીત પછી તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે- મને આનાથી વધુ ગર્વ નથી.
મંગળવારે જ્યારે દુવાજીએ પોતાનો પ્રાઈમરી વોટ નાખ્યો ત્યારે દુવાજી તેમની સાથે જ હતાં. સીએનએન અનુસાર , ક્વીન્સના ફોરેસ્ટ હિલ્સ સ્ટેડિયમમાં જ્યારે તેમણે પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ અને સેનેટર બર્ની સેન્ડર્સ સાથે પોતાનું અંતિમ રેલી ભાષણ આપ્યું ત્યારે તેઓ 10,000થી વધુ સમર્થકોમાં પણ જોવા મળ્યા હતા.

મમદાની-દુવાજીની પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ ?
દુવાજી અને મમદાની 2021માં ડેટિંગ એપ હિંજ પર મળ્યા હતા. તેમની પહેલી મુલાકાત બ્રુકલિનના એક યેમેની કાફેમાં થઈ હતી. મમદાનીએ મેયર પદ માટે ઝુંબેશ શરૂ કરી તેના થોડા દિવસો પહેલા, ઓક્ટોબર 2024માં તેમની સગાઈ થઈ હતી. તેઓએ ફેબ્રુઆરીમાં લોઅર મેનહટનમાં એક સાદા કોર્ટહાઉસ સમારંભમાં લગ્ન કર્યા હતા.
રમા દુવાજી કોણ છે?
28 વર્ષીય રમા દુવાજી એક સીરિયન-અમેરિકન ચિત્રકાર અને એનિમેટર છે. તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની પ્રભાવશાળી કલાકૃતિઓના ઉદાહરણો છે. દુવાજીનો જન્મ ટેક્સાસના હ્યુસ્ટનમાં થયો હતો. નવ વર્ષની ઉંમરે, તેઓ દુબઈ ગયા. તેમણે કતારમાં કોમનવેલ્થ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ધ આર્ટ્સમાં અભ્યાસ કર્યો અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ પરત ફર્યા. તેમણે રિચમંડ અને ન્યૂયોર્કમાં તેમનો વધુ અભ્યાસ પૂર્ણ કર્યો.
