Poseidon Nuclear Torpedo: રશિયાએ ન્યુક્લિયર ટોરપીડોનું પરિક્ષણ કર્યું, દરિયામાં સુનામી સર્જી અનેક દેશોના શહેરોને ખતમ કરી શકે છે

રશિયાની પોસાઈડનન અમર્યાદિત રેન્જ અને સમુદ્રી લોંચને લીધે વિશ્વના અનેત તટીય દેશ નિશાન પર છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 29 Oct 2025 07:16 PM (IST)Updated: Wed, 29 Oct 2025 07:18 PM (IST)
putin-announces-successful-nuclear-test-of-poseidon-underwater-drone

Russia Fires Poseidon Nuclear Torpedo: રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી પરમાણુથી સંચાલિત અંડરવોટર ટોરપીડો પોસાઇડનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે આ માહિતી શેર કરી છે અને તેને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

પુતિને જણાવ્યું હતું કે 28મી ઓક્ટોબરના રોજ રશિયાએ આર્ક્ટિક મહાસાગરમાં વિશ્વના સૌથી શક્તિશાળી ન્યૂક્લિયર-પાવર્ડ અંડરવોટર વ્હિકલ(UUV) પોસાઇડનનું આર્કટીક મહાસાગરમાં સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેને એક મોટી સફળતા ગણાવી હતી. પોસાઇડનની શક્તિ અમારા સૌથી મોટા ICBM સરમત કરતા વધુ છે અને વિશ્વમાં તેની કોઈ સમાનતા નથી.

પુતિને કહ્યું કે અમે પહેલી વખત વ્હિકલ સબમરીનથી લોંક ઈેન્જીની સાથે તેને છોડવામાં આવ્યું તે ઉપરાંત પરમાણું ઊર્જા યુનિટ પણ ચાલુ કરવામાં આવ્યુ, જેથી આ ઉપકરણ કેટલાક સમય સુધી ચાલુ રહ્યું. આ એક મોટી સફળતા છે. તેમણે કહ્યું કે પોસાઈડનની શક્તિ મહાદ્વિપીય મિસાઈલ સારમતથી પણ વધારે છે.

અમેરિકા અને રશિયા બંનેના અધિકારીઓએ પોસાઇડનને પ્રતિશોધાત્મક શસ્ત્રોની એક નવી શ્રેણી તરીકે વર્ણન કર્યું છે, જે રેડિયોએક્ટિવ સમુદ્રી લહેરોનું સર્જન કરી દરિયા કિનારે વસેલા શહેરોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

પોસાઈડન શુ છે?
પોસઈડન પાણીની અંદરથી લોંચ થાય છે અને દુશ્મનના જહાજ અથવા તટ પર હુમલો કરે છે, માટે તેને ટોરપીડોની શ્રીણીમાં રાખવામાં આવી છે. પોાઈડન 20 મીટર લાંબી, 100 ટન વજન ધરાવે છે, 100 નોટીકલની ઝડપથી પરમાણું રિએક્ટરથી સંચાલિત સ્વચાલિત ડ્રોન છે. રશિયા તેને ઈન્ટરકોન્ટીનેટલ ન્યૂક્લિયર ટોરપીડો કહે છે. આ પરમાણુ-સંચાલિત ડ્રોન સમુદ્રના તટ પ્રદેશોમાં આવેલા શહેરોનો નાશ કરી શકે છે. તે 10000 કિમી સુધી પ્રહાર કરી શકે છે.પરમાણું વિસ્ફોટોથી સુનામીનું સર્જન કરી શકે છે.

પોસાઈડનની રેન્જમાં કયા-કયાં શહેરો
રશિયાની પોસાઈડનન અમર્યાદિત રેન્જ અને સમુદ્રી લોંચને લીધે વિશ્વના અનેત તટીય દેશ નિશાન પર છે. જોકે પ્રાથમિક લક્ષ્યાંક અમેરિકાના પૂર્વી અને પશ્ચિમી તટ પ્રદેશમાં આવેલ ન્યૂયોર્ક, વોશિંગ્ટન, લોંસ એન્જલસ, સાન ફ્રાંસિસ્કો, બ્રિટનના લંડન, ફ્રાંસનું બ્રેસ્ટ માર્સેલ, જાપાનનું ટોકયો, યોકોહામા, દક્ષિણ કોરિયાનું બુસાન, સિયોલ ક્ષેત્ર, ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, અને નાટોના યુરોપીયન તટમાં નોર્વે, જર્મની તથા નેધર્લેન્ડનો સમાવેશ થાય છે.