power outage in Pakistan: પાકિસ્તાન ઉપર એક પછી એક સંકટ આવી રહ્યા છે. પડોશી દેશ ગંભીર આર્થિક સંકટ (Economic crisis) અને મોંઘવારીમાંથી તો તે હજુ બહાર નીકળી શક્યું નથી ત્યાં નવી મુસિબત આવી પડી છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ (Power system) ફેલ થઈ ગઈ છે એટલે કે ભંગાણ સર્જાયું છે. તેને પગલે ઈસ્લામાબાદ, લાહોર તથા કરાચી જેવા મોટા શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

સવારથી જ વીજળી નથી
પાકિસ્તાનના ઊર્જા મંત્રાલય (Ministry of Energy)એ કહ્યું કે સોમવારે સવારે લગભગ 7:30 વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડની સિસ્ટમ (National Grid system) ફેલ થઈ ગઈ. તેને પગલે દેશભમાં પાવર સિસ્ટમને લઈ વ્યાપક અસર થઈ છે. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનની અનેક મીડિયા સંસ્થાઓએ જણાવ્યું છે કે કરાચી, લાહોર સહિત અનેક વિસ્તારમાં વીજળી નથી.
પાકિસ્તાન ફેડરલ મિનિસ્ટ્રી ફોર એનર્જીના ખુર્રામ ડી.ખાને જણાવ્યું હતું કે સોમવારે સવારે 7.34 વાગે વ્યાપક પ્રમાણમાં ઉત્તરથી દક્ષિણ પ્રાંતોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છીએ., ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા ઈસ્લામાબાદ, પેશાવર, ક્વોટા, મુલતાન તથા સુક્કુરમાં આંશિક પ્રમાણમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છો.
https://twitter.com/kdastgirkhan/status/1617448979356340224
બલુચિસ્તાનના 22 જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો

ક્વેટા ઈલેક્ટ્રિક સપ્લાઈ કંપની (QESCO)એ જણાવ્યું કે ગુડ્ડૂથી ક્વેટાના બે ટ્રાન્સમિશન (two transmission) લાઈનમાં ખરાબી આવી ગઈ છે. જેને પગલે બલુચિસ્તાન (Balochistan)ના 22 જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પાકિસ્તાને તાજેતરમાં જ તેની નવી ઊર્જા સંરક્ષણ પ્લાનની જાહેરાત કરી હતી. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાનમાં મોટાપાયે ગ્રિડ સિસ્ટમમાં ખરાબી સર્જાઈ હતી, જેને પગેલ પાકિસ્તાનમાં ગંભીર વીજળી કટોકટી સર્જાઈ હતી. તે સમય દરમિયાન આશરે 12 કલાક સુધી પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં વીજળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ગંભીર વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન પાસે ફક્ત 4 અબજ ડોલર વિદેશી હૂંડિયામણ (Foreign exchange) છે.