Florida Jet Crash:ફ્લોરિડામાં એક વ્યસ્ત માર્ગ નજીક 9 લોકોને લઈ જઈ રહેલ એક બિઝનેટ જેટ રવિવારે તૂટી પડ્યું હતું અને આગની જ્વાળામાં ફેરવાઈ ગયું હતું. આ ઘટનાને ત્યાથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ વીડિયોમાં કેદ કરી હતી.
આ પ્લેન ક્રેશ થયું તેમાં પાયલટના છેલ્લા શબ્દો હતા કે 'Mayday Mayday અમે ઓવરસ્પીડની સ્થિતિમાં છીએ, 20 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપથી નીચે જઈ રહ્યા છીએ. અમે જમીન સાથે ટકરાવા જઈ રહ્યા છીએ. હે ભગવાન, અમારી પાસે સમય નથી.
આ ઘટના પામ બીચ કાઉન્ટીના એક વિસ્તારમાં સર્જાઈ હતી, ક્રેસ્ટહેવન નજીક જે આશરે સાત માઈલ એટલે કે 11 કિમીના અંતરે છે.
પાયલટે શરૂઆતમાં એર ટ્રાફિક કન્ટ્રોલર્સને જણાવ્યું કે વિમાન પર સામાન્ય પ્રમાણમાં બરફ જામેલી છે,આ સ્થિતિમાં વિમાન સંભાળી શકાય છે અને થોડા પ્રમાણમાં ટર્બુલેન્સ પણ છે. ત્યારબાદ હવામાન વધારે ખરાબ થઈ ગયું અને વિમાન પર હિમવર્ષા થવા લાગી. જેન લીધે પાયલટે 2000 ફૂટ ઉપર જવા મંજૂરી માંગી
