Helicopter Crash In New Jersey: અમેરિકાના ન્યૂજર્સીમાં એક અત્યંત ગંભીર હવાઈ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાયા હતા. આ ભીષણ ટક્કરમાં એક પાયલટનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા હેલિકોપ્ટરનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના ન્યૂજર્સીના હેમન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે બની હતી.
અકસ્માતનો ખૌફનાક વીડિયો
આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ એક હેલિકોપ્ટર ખૂબ જ ઝડપથી ગોળ ફરતું જમીન તરફ પટકાય છે.
🚨🔴 BREAKING | USA 🇺🇸
— TRIDENT (@TridentxIN) December 28, 2025
Reports are emerging of two helicopters colliding in Hammonton, New Jersey.
Emergency services are reportedly responding.
More details awaited. pic.twitter.com/1Emoke2pLi
અકસ્માત સ્થળ નજીક કેફે ધરાવતા સેલ સિલિપિનોએ જણાવ્યું કે બંને પાયલટ તેમના કેફેમાં નિયમિત આવતા હતા. તેમણે જોયું કે હવામાં ઉડતી વખતે અચાનક એક હેલિકોપ્ટર નીચે તરફ ફરવા લાગ્યું અને જોતજોતામાં બીજું હેલિકોપ્ટર પણ તેની સાથે નીચે આવી પડ્યું હતું. આ અકસ્માતમાં એક પાઈલટનું મૃત્યુ થયું છે અને અન્ય એકની હાલત નાજુક છે.
#SCENE #Aerials over #helicopter crash site in southern #NewJersey, which leaves one dead and another critically injured pic.twitter.com/7GSB1WCFyU
— ShanghaiEye🚀official (@ShanghaiEye) December 29, 2025
તંત્ર દ્વારા કાર્યવાહી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યા અનુસાર આ અકસ્માત એન્સ્ટ્રોમ F-28A (Enstrom F-28A) અને એન્સ્ટ્રોમ 280C (Enstrom 280C) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં માત્ર પાયલટ જ સવાર હતા અને અન્ય કોઈ મુસાફરો નહોતા. પોલીસના જણાવ્યા મુજબ સવારે લગભગ 11:25 વાગ્યે આ અકસ્માતની જાણ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી તપાસ ટુકડીઓ અને એવિએશન વિભાગ દ્વારા આ અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

