Ajit Doval Saudi Arabia Visit: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠાની ચિંતાઓ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાઉદી અરેબિયા પહોંચ્યા છે. રવિવારે રિયાધ પહોંચવા પર સાઉદી અરેબિયાના રાજકીય બાબતોના નાયબ મંત્રી સઉદ અલ-સાતીએ તેમનું સ્વાગત કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન ડોભાલે સાઉદીના ઊર્જા મંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન, વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-ઐબાન સાથે મુલાકાત કરી હતી. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Hon'ble NSA Shri Ajit Doval paid an official visit to Riyadh on April 19.
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) April 19, 2026
He was received at the Airport by Ambassador Dr Suhel Khan and Deputy Minister for Political Affairs @KSAmofaEN H.E. Ambassador Dr. Saud Al-Sati.
Later, he had meetings with
Energy Minister H.R.H. Prince… pic.twitter.com/VTz7LJAOFu
ભારતની ઊર્જા સુરક્ષા પર નજર
અજીત ડોભાલની આ યાત્રા ભારતની ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં બદલાતા સંજોગોની અસરોને સમજવી અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવી એ આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના આશરે 40 ટકા હિસ્સો ખાડી દેશોમાંથી આયાત કરે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ બગડતી સ્થિતિ અને તેમાં કોઈપણ પ્રકારના અવરોધથી ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે અને પુરવઠામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જ કારણસર ભારત પ્રમુખ તેલ ઉત્પાદક દેશો સાથે સતત સંપર્કમાં છે અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની બેવડી નીતિ: ઘરમાં અંધારપટ-ભૂખમરો, છતાં અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં વ્યસ્ત મુનીર
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. તાજેતરમાં જ અમેરિકાએ એક ઈરાની જહાજ જપ્ત કર્યું છે, જેનાથી સ્થિતિ વધુ તંગ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ચેતવણી આપવા છતાં જહાજે રોકાવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) માં પણ ઉછાળો નોંધાયો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા
આ તમામ તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી શાંતિ મંત્રણા થવાની સંભાવના સેવાઈ રહી છે. આ અગાઉ બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં પ્રથમ રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે. હવે બીજા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં થવાની આશા છે, જેના થકી આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
