international
અમેરિકાને માત્ર 33 દિવસમાં જ ખતમ કરી શકે છે નોર્થ કોરિયા, ચીને ચેતવ્યું, જાપાનમાં બતાવી દીધું છે ટ્રેલર
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનની બેઇઝિંગના ડિફેન્સ વૈજ્ઞાનિકોએ ઉત્તર કોરિયા અને અમેરિકા અંગે ખતરનાક ભવિષ્યવાણી કરી છે. રિસર્ચ ટીમનું કહેવું છે કે, ઉત્તર કોરિયા પાસે એટલી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ છે કે, તે માત્ર 33 મિનિટમાં જ અમેરિકામાં જોરદાર આતંક મચાવી શકે છે. મહત્ત્વનું છે કે, જ્યારે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે ચીને આવી ચેતવણી અમેરિકાને આપી છે અને ઉત્તરરી કોરિયા અમેરિકાને આ અંગે ધમકી પણ આપી ચૂક્યું છે. ચીનની ડિફેન્સ ટીમે જે બેલેસ્ટિક મિસાઇલની વાત કરી છે તે મિસાઇલને ઉત્તર કોરિયામાં હાલમાં જ જાપાનની બોર્ડર પાસે લોન્ચ કરવામાં આવી હતી. આ પરમાણુ હથિયાર સક્ષમ મિસાઇલ છે.
ચીનના ડિફેન્સ વિશેષજ્ઞો મુજબ, જો અમેરિકી મિસાઇલ ડિફેન્સ નેકવર્ક તેને રોકવા માટે નિષ્ફળ રહે છે. તો ઉત્તર કોરિયાની મિસાઇલ 1997 સેકન્ડ અથવા લગભગ 33 મિનિટમાં મધ્ય અમેરિકા સુધી પહોંચી શકે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં છપાયેલાં આર્ટિકલ મુજબ, આ શોધમાં ઉત્તર કોરિયાના હ્વાસોંગ-15ની વાત કરવામાં આવી છે. ઉત્તર કોરિયાએ આ મિસાઇલને વર્ષ 2017માં લોન્ચ કરી હતી.
બેઇઝિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્જિનિયરીંગના તાંગ યુયાનના નેતૃત્વવાળી ચીની ટીમે કહ્યું કે, પહેલાં બે ફેઝવાળી પરમાણુ સક્ષમ મિસાઇલ છે. જેની પ્રભાવી રેન્જ 13,000 કિમી (8,077 માઇલ) છે. જે આખા અમેરિકાને ખતમ કરવામાં પર્યાપ્ત છે.
15 ફેબ્રુઆરીએ ચીની ભાષાના જર્નલ મોડર્ન ડિફેન્સ ટેક્નોલોજીમાં તાંગ અને તેના સહયોગી દ્વારા પબ્લિશ કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મધ્ય ઉત્તર કોરિયાના દક્ષિણ પ્યોંગાન પ્રાંતના એક શહેર સનચોનથી હ્વાસોંગ-15 મિસાઇલ તૈયાર કરી છે. ટાર્ગેટ મધ્ય અમેરિકા રાજ્ય મિસૌરીમાં સ્થિત કોલંબિયા છે.
ચીનની ટીમ મુજબ, અમેરિકી મિસાઇલ રક્ષા મુખ્યાલયે લગભગ 20 સેકન્ડ પછી અલર્ટ મળશે. ઇન્ટરસેપ્ટિંગ મિસાઇલનો પહેલો જથ્થો અલાસ્કાના ફોર્ટ ગ્રીલીથી 11 મિનિટની અંદર ઉડશે. જો તે નિષ્ફળ થાય તો કેલિફોર્નિયામાં વેન્ડેનબર્ગ સ્પેસ ફઓર્સ બેઝથી ઇન્ટરસેપ્ટરથી વધુ એક લહેર લોન્ચ કરવામાં આવશે.
ચીનના રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલાં રિપોર્ટ પર અમેરિકા તરફથી કોઈ નિવેદન આવ્યું હતું. ચીનનું આ રિસર્ચ એવા સમયે સામે આવ્યું છે જ્યારે સાઉથ કોરિયા અને અમેરિકી સેના યુદ્ધ અભ્યાસ સાથે કરી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસ પર ઉત્તર કોરિયાએ અમેરિકાને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.