Mass Shooting In California: અમેરિકાના કેલિફોર્નિયા (California) ના લોસ એન્જેલિસ (Los Angeles) શહેરમાં થયેલા હત્યાકાંડના શંકાસ્પદ આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આરોપીને ઘેરી લેતા તેને પોતાને વાનમાં ગોળી મારી દીધી હતી જેના કારણે તેનું મોત થઇ હતી. લોસ એન્જેલિસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે પોલીસે શંકાસ્પદને શોધી કાઢ્યો હતો અને તેને એક વાનમાં ઘેરી લીધો હતો, પરંતુ પોલીસ તેને પકડે તે પહેલાં જ શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વાનમાં ગોળી મારી દીધી હતી. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 72 વર્ષીય હુએ કેન ટ્રાન તરીકે થઈ છે.
આ ઘટના મોન્ટેરી પાર્કમાં આયોજિત ચાઈનીઝ ન્યૂયર સમારંભની જગ્યાની આસપાસ રાત્રે 10 વાગ્યા પછી થઈ. આ પહેલા શનિવારના દિવસે ન્યૂયર સમારંભમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. મોન્ટેરી પાર્ક લોસ એન્જેલિસ કાઉન્ટીનું એક શહેર છે, જે લોસ એન્જેલિસના ડાઉનટાઉનથી લગભગ 7 માઈલ (11 કિમી) દૂર છે. મોન્ટેરી પાર્કમાં લગભગ 60,000 લોકો રહે છે અને તેમાંથી મોટાભાગના એશિયન મૂળના છે.
https://twitter.com/ani_digital/status/1617354067751337987
લોસ એન્જેલિસ પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોળીબારમાં વધુ કોઈ શંકાસ્પદ નથી. જોકે, આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ લોસ એન્જેલિસના બોલરૂમ ડાન્સ ક્લબમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 લોકોના મોત થયા અને 10 લોકો ઘાયલ થયા હતા.
આ પહેલાં સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ફાયરિંગ થયું હતું. જેમાં 17 વર્ષની મહિલા અને છ મહિનાના બાળક સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ જાહેર કર્યું હતું. તુલારે કાઉન્ટની શેરિફ માીક બૉઉડ્રીક્સે જણાવ્યું હતું કે- હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં છ લોકોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ, જેમાં ઓછા ઓછા બે સંદિગ્ધ છે જેઓ પકડાયા ન હતા. આ હિંસના નહીં પરંતુ ટાર્ગેટ કિલિંગ હતું. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો